મહિલાઓને સામાન્ય બાબતે મારમારી ઇજા પહોંચાડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલાબગદાદનગરમાં રહેતા નઝમાબેન મહેબુબભાઇ સૈયદ (ઉ.વ.૩૦) નામની મહિલાએ ગઇકાલે ફરિયાદ નોંધાવી હતી કે, તેના પતિ મહેબુબભાઇ નુરદીનભાઇ સૈયદ અને દિયરઇમ્તિહાઝ નુરદીનભાઇ સૈયદ બન્નેએ મળીને સામાન્ય બાબતને લઈને તેઓને મુઢમાર મારી ઇજા કરી હતી. બાદ મહિલાને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવી હતી. અહીં મહિલાની સારવાર ચાલી રહી છે. બારામાં સાવરકુંડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી.

જ્યારે સાવરકુંડલાના મારૂતિનગરમાં રહેતી દિપાલીબેન ભરતભાઈ મકવાણા નામની મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેના પતિ ભરતે કોઇ ચિજ વસ્તુ લેવા બાબતે એકદમ ઉશ્કેરાઈને તેઓને મારમારી ઇજા કરી હતી. તેમજ તેના દિયર યોગેશભાઇ જયંતીભાઇ મકવાણા પણ મદદગારી કરી હતી. બારામાં સાવરકુંડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...