સાવરકુંડલામાં અેકલી રહેતી વિધવા ભાભીને દિયરે માર માર્યો
સાવરકુંડલાનામધુવન સોસાયટીમાં રહેતી એક વિધવાને તેના દિયરે ઢીકાપાટુનો મુઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતા. બારામાં વિધવાએ સાવરકુંડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી.
સાવરકુંડલાના જેસર રોડ પર આવેલી મધુવન સોસાયટીમાં રહેતા દક્ષાબેન વાઘભાઈ કડેવાળ નામની મહિલાએ સાવરકુંડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના સાસુ તથા સસરા તેઓને મળવા આવેલા હતા. તેમજ દક્ષાબેનના પતિ મૃત્યુ પામ્યા હોવાથી તેના સાસુ અને સસરા તેની વધુ સાર સંભાળ રાખતા હતા. બાબતે તેના દિયર વિનુ કડેવાળને સારું નહીં લાગતા વિધવાને ગઈકાલે ગાળો આપી હતી. જેથી વિધવાએ ગાળો આપવાની ના પાડી હતી. આથી ઉશ્કેરાઇને તેના દિયર તેઓને આડેધડ ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસમાં ફરિયાદ નોંધાવતાં કાર્યવાહી હાથધરી હતી.