વડાળ નજીક ભીષણ દવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવજોનાં રહેઠાણ નજીક અચાનક આગ લાગતા વનતંત્ર દોડતું થયું

ઉનાળાનીકાળઝાળ ગરમી શરૂ થઇ ગઇ છે ત્યારે લીલીયા-સાવરકુંડલા પંથકની બાવળની કાંટ, વીડીઓ અને જંગલ વિસ્તારમાં દવનો ખતરો ઉભો થયો છે. આજે સાવરકુંડલાના વડાળ ગામની સીમમાં એક ખાનગી જમીન અને વીડી વિસ્તારમાં દવ ભભુકી ઉઠ્યો હતો. મોડી સાંજે પણ દવ ધીમો ધીમો ચાલુ હતો. ઘટનાની જાણ થતા વન વિભાગનો સ્ટાફ દોડી ગયો હતો. ખાનગી માલીકીની પડતર જમીનમાં 40 હજાર જેટલા રોપા વવાયા હોય તેમાં નુકશાન થયાનું જાણવા મળેલ છે.વડાળ વિડી વિસ્તારમાં સાવજોનો કાયમી વસવાટ છે અને વન વિભાગ દ્વારા તેને આરક્ષીત વિસ્તાર પણ જાહેર કરાયેલો છે. ત્યારે આજે આરક્ષીત વિસ્તારને અડીને આવેલી પડતર વિડી અને ખાનગી જમીનમાં અચાનક દવ લાગ્યો હતો. અહિં ચાર-પાંચ ફુટ ઉંચુ ઘાસ અને ઝાડ તથા વન્ય સૃષ્ટિ પાંગરેલી છે. ઉપરાંત રાજકોટના એક ખાનગી ફાર્મના માલીક દ્વારા અહિં 40 હજાર જેટલા દાડમ, ચીકુ, આંબા સહિતના અન્ય ઝાડના રોપાઓ પણ વાવવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

દવના કારણે રોપાઓને પણ મોટા પ્રમાણમાં નુકશાન થયાનું પણ જાણવા મળેલ છે.

બનાવની તંત્રને જાણ થતા સાવરકુંડલા નગરપાલીકાના ફાયર ફાઇટરને પણ તાબડતોબ દોડાવાયુ હતું. જો કે પ્રયાસ નિરર્થક રહ્યો હતો. કારણ કે આગ ઘણી મોટી હતી અને ફાયર ફાઇટરને સ્થળે પહોંચવુ પણ ઘણુ મુશ્કેલ બન્યુ હતું. તસ્વીર-સૌરભ દોશી

પાલિકાનું ફાયર ફાઇટર દોડાવાયંુ

અન્ય સમાચારો પણ છે...