• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Savarkundla
  • વિરડીના ખેડૂતે 8 વિઘાંની દાડમની ખેતીમાં મેળવ્યું પાંચ લાખનું વળતર

વિરડીના ખેડૂતે 8 વિઘાંની દાડમની ખેતીમાં મેળવ્યું પાંચ લાખનું વળતર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાલુભાઇમોહનભાઇ કાનાણી હાલમા સુરતમા રહે છે અને વતન સાવરકુંડલાના વિરડીમા નવ વિઘા ખેતીની જમીન ધરાવે છે. પાંચ વર્ષ પહેલા નાસિકથી તેઓ દાડમના 1500 રોપા ખરીદી લાવ્યા હતા. આઠ વિઘામા રોપા તેમણે વાવી દીધા. દાડમના 1200 ઝાડ આજે તૈયાર થઇ ગયા છે અને દર વર્ષે પાક આપી રહ્યાં છે.

તેમણે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમા જણાવ્યું હતુ કે પ્રથમ ત્રણ વર્ષ સુધી તો મે દાડમની ખેતીમા કોઇ ઉત્પાદન લીધુ હતુ. અને દર વર્ષે તેનુ યોગ્ય કટીંગ કરાવ્યું હતુ. ચોથા વર્ષથી પાક લેવાનુ શરૂ કર્યુ હતુ અને બે પાક લીધા હતા જેમા મને આઠ ટન દાડમનો ઉતારો મળ્યો હતો. આમ ચોથા વર્ષે પ્રથમ વખત પાક લીધો ત્યારે ચાર લાખનો પાક થયો હતો.

ચાલુ વર્ષે પણ તેમણે પોતાની આઠ વિઘાની ખેતીમા દાડમના બે પાક લીધા હતા. ચાલુ વર્ષે 17 ટન દાડમનુ ઉત્પાદન થયુ છે જો કે વર્ષે દાડમના ભાવ તળીયે ગયા છે જેથી તેમને દાડમના રૂપિયા પાંચ લાખ મળ્યા હતા જો ભાવ વધુ હોત તો વધુ વળતર મળ્યુ હોત. ભુતકાળમા કપાસ અને મગફળીની ખેતીમા દર વર્ષે રોવાનો વારો આવતો હતો. સરકાર મદદ કરે તેવી અપેક્ષાઓ રાખવી પડતી. પાક વિમાની રાહ જોવાની અને સતત તેની માંગણીઓ કર્યે રાખવાની. અત્યારે પણ ખેડૂતો મગફળીમા મુંડાના ઉપદ્વવથી પિડાઇ છે. કોઇના પર આધાર રાખવા કરતા જાતે ખેતીમા કંઇક બદલાવ લાવીએ જેથી બીજા પર આધાર રાખવો પડે તેવો મે પાંચ વર્ષ પહેલા વિચાર કર્યો હતો. અને એટલે હું દાડમની ખેતી તરફ વળ્યો. હવે મને પાક નિષ્ફળ જવાની ચિંતા થતી નથી કારણ કે દાડમનો પાક તો વર્ષમા બે વખત હું જે ધારૂ તે સમયે લઇ શકુ છું.

વિરડી ગામે પોતાના ખેતરમાં અન્ય વિસ્તારમાંથી આવેલા મહેમાનને પોતાનો પાક બતાવી રહ્યાં છે.

2 લાખનો ખર્ચ, 5થી 6 લાખનુ વળતર

દાડમનીખેતીમા ખેડૂતે સતત ધ્યાન આપવુ પડે છે. જંતુનાશક દવાનો છંટકાવ, ખાતર અને અન્ય દવાઓ નિયમિત આપવી પડે છે. વળી તૈયાર પાકને માર્કેટ સુધી લઇ જવાના કામ માટે રોકાયેલા માણસોનો પગાર વિગેરે પાછળ તેમણે ચાલુ વર્ષે બે લાખનો ખર્ચ કર્યો હતો.

અમરેલીના બજારમાં વેચાય છે માલ

બાલુભાઇ કાનાણીએ જણાવ્યુંં કે દાડમનો તૈયાર પાક વેચવા મારે દુર દુર સુધી હેરાન થવા જવુ પડતુ નથી. લગભગ તમામ માલ અમરેલીની બજારમા વેચાઇ જાય છે.

પાંચ વર્ષ પહેલાં લગાવ્યાં હતાં દાડમનાં 1200 ઝાડ, ચાલુ વર્ષે મેળવ્યો દાડમનો 17 ટન પાક

પરંપરાગત ખેતીમાં સતત નિષ્ફળ જવાને બદલે કંઇક નવું કરવાની ઇચ્છાથી ખેતીને બનાવી નફાકારક

અન્ય સમાચારો પણ છે...