તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુંડલાના બે શખ્સો દારૂની 32 બોટલ સાથે ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસે મુદામાલ કબજે કરી ગુનો નોંધ્યો

સાવરકુંડલાપોલીસે અહીના સંધી ચોકમાથી બાઇક લઇને પસાર થતા બે સંધી યુવકોને શંકાના આધારે અટકાવી તલાશી લેતા તેની પાસેથી ઇંગ્લીશ દારૂની 32 બોટલ મળી આવી હતી. પોલીસે 29600નો મુદામાલ કબજે લીધો છે.

બે સંધી યુવાનો પાસેથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાવાની ઘટના સાવરકુંડલાના સંધી ચોકમા ગઇ મધરાતે બની હતી. અહીના ઇમરાન જુસબ જાખરા અને ઇસુબ જુસબ જાખરા નામના બે યુવાનો પોતાનુ મોટર સાયકલ નંબર જીજે 14 એફ 6726 લઇ અહીથી પસાર થતા હતા ત્યારે પોલીસે શંકાના આધારે બંનેને અટકાવી તેની તલાશી લીધી હતી.

પોલીસની તલાશી દરમિયાન બંને શખ્સો ઇંગ્લીશ દારૂની જુદીજુદી બ્રાંડની બોટલોની હેરાફેરી કરતા જણાયા હતા જેને પગલે પોલીસે રૂપિયા 9600ની કિમતની ઇંગ્લીશ દારૂની 32 બોટલ અને બાઇક મળી કુલ રૂપિયા 29600નો મુદ્દામાલ કબજે લીધો હતો. દારૂનો જથ્થો કોની પાસેથી લાવ્યા હતા અને કોને પહોંચાડવાનો હતો તે જાણવા પોલીસે પુછપરછ હાથ ધરી છે. દારૂની હેરાફેરી વધતા પોલીસે લાલ આંખ કરી છે.

અન્ય સમાચારો પણ છે...