તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોમી એકતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલામાએક મુસ્લિમ પરિવાર છેલ્લી ત્રણ પેઢીથી નવરાત્રીમા માતાજીના શણગાર માટે કાગળની અવનવી ચીજો બનાવી પોતાનુ ગુજરાન ચલાવી રહ્યો છે. ઇકો ફ્રેન્ડલી વસ્તુઓનુ વેચાણ અને કોમી એકતાના પ્રતિક એવા પરિવારનુ હવે સન્માનનુ આયોજન કરાયુ છે.

સાવરકુંડલાના ગળીયારા મુસ્લિમ સમાજના મુહંમદ હુશેનભાઇની ત્રણ પેઢીથી કામ ચાલી રહ્યું છે. નોરતા આવે તે પહેલા તેઓ ગરબા અને માતાજી તથા મંડપના શણગાર માટેની અવનવી વસ્તુઓ કાગળમાથી બનાવી વેચે છે. શણગારનો તેમનો સરસામાન સૌરાષ્ટ્રભરમા જુદીજુદી બજારોમા પહોંચે છે. ગળીયારા કુટુંબના લોકો કાગળ અને અન્ય સામગ્રીમાથી હાથ બનાવટનો શણગાર તૈયાર કરે છે. ખાસ તો કાગળના ગજરા, હાર જેવી વસ્તુઓ જમાવટ કરે છે.

ગરબી મંડળના અગ્રણી અંબરીશભાઇ ડેર જણાવે છે કે જુદાજુદા મંડળના લોકો 60 વર્ષથી મુસ્લિમ પરિવાર પાસેથી ગરબીનો શણગાર ખરીદી ગરબી સજાવે છે. ગરબી મંડળ દ્વારા પરિવારના મોભીનુ સન્માન કરવામા આવશે.

સાવરકુંડલાનો મુસ્લીમ પરિવાર છેલ્લા 60 વર્ષથી કાગળની ચીજવસ્તુઓથી નવરાત્રીમાં માતાજીની ગરબીનો શણગાર કરી રહયો છે. તસ્વીર- ભાસ્કર

ગરબી મંડળો દ્વારા સન્માન કરાશે

મુસ્લિમ પરિવાર 3 પેઢીથી કરે છે ગરબાનો શણગાર

અન્ય સમાચારો પણ છે...