તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Savarkundla
  • સત્તાના મદમાં મસ્ત શાસકોને પાલિકા સામેની ગંદકી પણ નજરે ચઢતી નથી

સત્તાના મદમાં મસ્ત શાસકોને પાલિકા સામેની ગંદકી પણ નજરે ચઢતી નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલા નગરપાલિકા કચેરી સામે શૌચાલયની ગંદકી ફેલાઇ રહી છે

સાવરકુંડલાકચેરી દરબારગઢની દીવાલે આવેલ જાહેર શૌચાલયમાથી ખરાબ ગંદકી યુક્ત પાણી દરબારગઢ વિસ્તાર મેઈન બજારમાં ફરી વળે છે. જાહેર શૌચાલય પાસેથી સાવરકુંડલા નગરપાલિકાના સત્તાધીશો અહીંથી દિવસમાં બે ચાર વાર પસાર થતા હોવા છતાં પણ શૌચાલયની સફાઈ માટે જરા પણ તસ્દી લેતા નથી. જાહેર શૌચાલય દરબારગઢ ખાતે પ્રાચીન જશોનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિકો દર્શન કરવા આવતા હોવાથી ગંદકીમાંથી પસાર થવું પડી રહીયું છે. સાવરકુંડલા નગરપાલિકાના સત્તાધીશોની આંખો ખુલે અને સફાઈ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ સ્વાઇનફલુ, ડેન્ગ્યુ તેમજ શરદી, તાવ, ઉધરસ સહિતનો રોગચાળો પણ વકરી રહ્યો છે ત્યારે ગંદકી ફેલાતી અટકાવવા તાકિદે પગલા લેવામા આવે તે જરૂરી બન્યું છે.

ગંદકી યુક્ત પાણી દરબારગઢ વિસ્તાર મેઈન બજારમાં ફરી વળે છે. તસ્વીર:સૌરભ દોશી

અન્ય સમાચારો પણ છે...