તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુત્રને પરેશાન કરતા શખ્સને ઠપકો આપતા છરીથી હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલાનાવૃધ્ધ પર છરી વડે હુમલાની ઘટના સાવરકુંડલામાં બીડીકામદાર સોસાયટીમાં બની હતી. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર યુનુસભાઇ નનુભાઇ ચૌહાણ (ઉ.વ. 60) નામના મુસ્લીમ વૃધ્ધ પર અની સમીર મુન્ના, શબ્બીર મુન્ના, ગુલશન મુન્ના, કરીમ વલી અને મુન્ના હુસેન નામના શખ્સોએ હુમલો કર્યો હતો. જે અંગે તેણે પાંચેય સામે સાવરકુંડલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.ફરીયાદમાં તેણે જણાવ્યુ છે કે તેના પુત્રને સમીર અને શબ્બીર નામના શખ્સો ચીડવતા હોય તેઓ મુદે ઠપકો આપવા માટે ગયા હતાં. જેથી પાંચેય શખ્સોએ ઉશ્કેરાઇ જઇ તેને છાતીના ભાગે છરીનો ઘા મારી ઇજા પહોંચાડી હતી. ઉપરાંત લાકડાના ધોકા વડે માર મારી તેમને ઘાયલ કરી દીધા હતાં.

અન્ય સમાચારો પણ છે...