તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાં ચોરી અને લુંટનાં બનાવોમાં વધારો થતા રોષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીજીલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરી અને લુટના બનાવોનો પ્રમાણ વધતો જઇ રહ્યો છે. જીલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ચોરીના બનાવો બનવાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. આથી તસ્કરો સામે કડક કાર્યવાહી કરવા પોલીસ સામે પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. થોડા મહિલા પહેલાજ દામનગરમાં ચોરીના બનાવો અનેકો બન્યા છે. તો જીલ્લામાં આવેલા તાલુકા, ગામડાઓ, વાડી વિસ્તારમાં બનાવો વધી રહ્યા છે. ચોરીના બનાવોમાં વધુ એક બનાવ સાવરકુંડલાના અભરામપરામાં 58 વર્ષિય ભુપતભાઇ કનુભાઇ નસીત રહે છે. આધેડના બંધ મકાનમાં ગત તા.6-6ના રોજ કોઇ અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા. અજાણ્યા તસ્કરોએ બંધ મકાનના નકુચા તોડીને પ્રવેશ કર્યો હતો. મકાનની અંદર રહેલા રોકડ રૂ.19700 તથા સોનાના દાગીના રૂ.24700ની ચોરી કરીને નાસી ગયા હતા. તેમજ બાજુમાં રહેતા ગણપતભાઇ ભગવાનભાઇ ગજેરાના બંધ મકાનમાં પણ તસ્કરોએ તાળા તોડીને ચોરી કરવાની કોશીશ કરી હતી. ગઇ કાલે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ભુપતભાઇઓ ફરિયાદ નોંધાવતા રૂરલ પોલીસ મથકના ફોઝદાર યુ.જી.શાહે અજાણ્યા તસ્કરોને પકડવા માટે વિશેષ તપાસ હાથધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...