તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાણાવાવ લોકદરબારમાં ટ્રાફિક સહિતના પ્રશ્નો ગુંજ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણાવાવપોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસવડાનો લોકદરબાર યોજાયો હતો જેમાં કાયદો અને વ્યવસ્થાના વિવિધ પ્રશ્નોની શહેરના અગ્રણીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને એસ.ટી. બસ સ્ટેશન નજીક વર્ષોથી ટ્રાફિકની સમસ્યા લોકોને સતાવી રહી છે તે મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી.

રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલની ઉપસ્થિતિમાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના આગેવાનો એસ.ટી. બસ સ્ટેશન નજીક વર્ષોથી ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે.

ખાનગી બસો અને રીક્ષા સહિતના નાના વાહનોના મુસાફરોને બસ સ્ટેશન નજીક ઉતારવામાં આવે છે ત્યારે અહીં ટ્રાફિકની સમસ્યા વધુ પડતી જોવા મળે છે. ઉપરાંત ટ્રાફિકશાખાના કર્મચારી નહીં હોવાને કારણે ટ્રાફિક નિયમનનું પાલન કરવું મુશ્કેલ બન્યું છે. આથી ટ્રાફિક પોલીસની નિમણુંક કરવાની માંગ ઉપરાંત શહેરમાં વધુ એક પોલીસચોકી બનાવવાની રજૂઆત પણ આગેવાનોએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...