• Gujarati News
  • રાણાવાવમાં વીજટ્રાન્સફોર્મર ગમે ત્યારે ધરાશાયી થવાની ભિતી

રાણાવાવમાં વીજટ્રાન્સફોર્મર ગમે ત્યારે ધરાશાયી થવાની ભિતી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાણાવાવશહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત પડી રહેલા વરસાદને કારણે વિજપોલ ધરાશયી થવાની ઘટના અવારનવાર બને છે, જેથી વિજપુરવઠો ખોરવાય છે. રાણાવાવ શહેરમાં પાણીના ખાડા નજીક વિજટ્રાન્સફોર્મર આવેલું છે જે વરસાદને કારણે જમીન પોચી પડી જવાને કારણે ટ્રાન્સફોર્મર આખું ધરાશાયી થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે વિજતંત્ર દ્વારા સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

રાણાવાવમાં પાણી પૂરવઠા અને ભૂગર્ભગટરની કામગીરી દરમિયાન 30 ફૂટ ઉંડા કરવામાં આવ્યા છે, જે ખાડાઓ સતત વરસાદથી છલોછલ થઈ ગયા છે. પાણીના ખાડાની તદન નજીક વિજપ્રવાહનું ટ્રાન્સફોર્મર આવેલું છે અને ટ્રાન્સફોર્મરની નજીક ખોદાણ કરી નાખવામાં આવ્યું છે. જેથી પોલ નબળો પડી ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતિ સેવાઈ રહી છે અને જો અચાનક ધરાશાયી થશે તો વિજપુરવઠો ખોરવાશે જેથી તાત્કાલીક અંગે યોગ્ય કાર્યવાહી કરવાની લોકો માંગ કરી રહ્યા છે. ઉપરાંત રાણાવાવ હાઈવે પર એક વિજપોલ ભારે પવન અને વરસાદને કારણે એકદમ ખળભળી ગયો છે જેથી તેમને પણ તાત્કાલીક અસરથી રીપેર કરવો જોઈએ.

જાનહાની થાય તે પહેલા મરામત કરવા લોકોની માંગ. }ભગવાનજીભાઇ ઠક્કર