• Gujarati News
  • રાણાવાવમાં સફાઈ કર્મીઓની હડતાળનો અંત

રાણાવાવમાં સફાઈ કર્મીઓની હડતાળનો અંત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણાવાવન.પા.માં કુલ 80 જેટલા સફાઈ કામદારો હોય તેમાં માત્ર 9 કામદારો કાયમી હોય, અન્ય 70 જેટલા સફાઈ કામદારો વર્ષોથી કાયમી કરવાની માંગણી રાજ્યસરકાર સમક્ષ કરી રહ્યા હતા. તેમ છતાં તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા સફાઈ કામદારો છેલ્લા 25 દિવસથી પ્રતિક ઉપવાસ આંદોલન ઉપર ઉતરી ગયા હતા જેને કારણે શહેરની સફાઈનું કાર્ય પણ ખોરંભે ચડ્યું હતું. અંતે નગરપાલિકાના પ્રમુખ સામતભાઈ ઓડેદરાએ સફાઈ કામદારોની જે કાયમી કરવાની માંગણી છે તે રાજ્યસરકારમાં રજૂઆત કરવાની ખાત્રી આપી હતી તેમજ વેતનમાં વધારો કરવાની પણ બાંહેધરી આપી હતી. જેને પગલે સફાઈ કામદારોએ પોતાનું આંદોલન સમેટી લીધું હતું.