તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • Ranavav
 • રાણાવાવમાં વરસાદી ઝાપટું પડતાં સર્જાયું કાદવ કિચડનું સામ્રાજ્ય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાણાવાવમાં વરસાદી ઝાપટું પડતાં સર્જાયું કાદવ-કિચડનું સામ્રાજ્ય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાણાવાવશહેરમાં થોડા સમય પહેલા ભૂગર્ભગટર અને પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી ચાલી રહી હતી. કામગીરીમાં શહેરના અન્ય રસ્તાઓની સાથે મુખ્ય રસ્તાઓ પર આડેધડ ખોદકામ કરી નાખવામાં આવ્યું હતું જેથી રસ્તાઓ પણ ધૂળીયા બની ગયા હતા. ત્યારબાદ અનેક રજૂઆતો કરવામાં આવતા તંત્ર દ્વારા માટી-મોરમ અને નાની કાંકરીઓ રસ્તા પર પાથરી સંબંધીત તંત્ર દ્વારા લેવલીંગ કરવામાં આવ્યું હતું પરંતુ રાણાવાવમાં પ્રથમ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી હતી અને વરસાદ પડતાની સાથે ખોદકામ કરાયેલા રસ્તા પર નાખવામાં આવેલ માટીએ એકદમ ચીકાસ પકડી લેતા રસ્તાઓ એકદમ કીચડવાળા બની ગયા છે અને વાહનો પસાર થતાની સાથે રસ્તાઓની હાલત એકદમ દયનીય બનતી જાય છે. સાથે રસ્તાઓ પર બાઈકચાલકો અને રાહદારીઓને નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. અંગે ન.પા. દ્વારા તો રસ્તો રીપેર કરવાની કામગીરી તો શરૂ છે પરંતુ વરસાદ પડતાની સાથે રસ્તાઓ એકદમ કીચડવાળા બની જતાં હોવાથી શહેરીજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી રસ્તાઓ વહેલી તકે સીમેન્ટથી મઢી દેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

રાણાવાવમાં આંગણવાડી નં. 2 આવેલી છે જેમાં નાના ભૂલકાઓ બહોળી સંખ્યામાં આવે છે અને વિસ્તારમાં વાલ્મીકી સમાજના લોકો પણ વસવાટ કરે છે ત્યારે વિસ્તારમાં ગંદકીના ગંજ જોવા મળે છે તેમજ પાણીના ખાડાઓ ભરાયેલા નજરે પડી રહ્યા છે અને ગંદા પાણીના ખાડાઓમાં મચ્છરોનો ઉપદ્રવ થવાથી બિમારીઓ પણ ફેલાઈ શકે છે જેથી વિસ્તારના લોકો સફાઇ કરવા માંગ કરી રહ્યા છે. તસ્વીર- બી. બી. ઠક્કર

આંગણવાડી પાસે ગંદકીના ગંજ

ભૂગર્ભગટરનાં કામથી રસ્તાઓ બિસ્માર બનતા સર્જાઇ સમસ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો