• Gujarati News
  • રાણાવાવના લધાધાર નેસ ખાતે પ્રાથમિક શાળાનું કરાયું લોકાર્પણ

રાણાવાવના લધાધાર નેસ ખાતે પ્રાથમિક શાળાનું કરાયું લોકાર્પણ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંતરીયાળવિસ્તારમાં રહેતા બાળકોને શિક્ષણની સારી સુવિધા મળી રહે તે માટે શાળાનું 22 લાખના ખર્ચે નવું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે. રાણાવાવ તાલુકાના લધાધાર નેશ ખાતે આશરે 22 લાખના ખર્ચે નવનિર્માણ કરવામાં આવેલી પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ સમયે કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નિલેશભાઈ મોરી, પૂર્વ ધારાસભ્ય કરશનભાઈ ઓડેદરા, રાણાવાવ તાલુકા પંચાયતના પ્રમુખ લીરીબેન ઓડેદરા અને ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.