તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠોયાણા ગામે જર્જરીત વીજ પોલ મુદ્દે રજૂઆત કરાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાણાવાવપંથકમાં વિજતંત્ર દ્વારા પ્રિમોન્સુનની કામગીરી કરવામાં એકદમ ઢીલી નીતિ રાખવામાં આવી હોવાનું ઠોયાણા ગામે વાડી વિસ્તારમાં જોવા મળી રહ્યું છે. વિસ્તારમાં 8 થી 10 જેટલા વિજપોલ એકદમ જર્જરીત હાલમાં જોવા મળી રહ્યા છે જેથી વિસ્તારના ખેડૂતોને વિજશોકનો ભય સતાવી રહ્યો છે . વહેલીતકે મરામત કરવા ખેડૂતોએ માંગ કરી છે.

રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામે વાડી વિસ્તારમાં 8 થી 10 વિજપોલ જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યા છે અને જર્જરીત વિજપોલ બદલવા માટે એક ખેડૂત રાણાકંડોરણા ખાતે આવેલી વિજકચેરી ખાતે 6 મહિનાથી ધક્કા ખાઈ રહ્યા છે તેમ છતાં વિજતંત્રનું પેટનું પાણીયે હલતું નથી અને ઠોયાણા વાડી વિસ્તારમાં છેલ્લા 30 વર્ષથી 8 થી 10 વિજપોલ એકદમ જર્જરીત હાલતમાં છે અને વિજતાર એકદમ નીચે લટકતા જોવા મળી રહ્યા છે. બાબતે ઠોયાણા ગામના ખેડૂત આગેવાન જાંજાભાઈએ ઉચ્ચકક્ષાએ રજૂઆતો પણ કરી છે પરંતુ વિજતંત્ર દ્વારા જોખમી વિજપોલ બદલવામાં આવતા નથી અને હાલમાં ખેડૂતો વાવણીકાર્યની શરૂઆત કરતા પણ અચકાય છે. કારણ કે જોખમી વિજપોલ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે અને ચાલુ વિજપ્રવાહે કોઈ ઘટના ઘટે તો મોટો અકસ્માત પણ સર્જાઈ શકે છે.

બાબતે યોગ્ય કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વિજકચેરીનો ઘેરાવ કરી આંદોલનની ચીમકી પણ ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. સાથે રાણાકંડોરણા ગામે પી.જી.વી.સી.એલ. કચેરીના ઈન્ચાર્જ એક અધિકારી દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે, પી.જી.વી.સી.એલ. સારી કામગીરી કરે છે. કોઈ ખેડૂતોને મુશ્કેલી હશે તો દૂર થઈ જશે અને મીડીયાકર્મીએ બાબતે અધિકારીને પૂછતાં તેમણે એવું જણાવ્યું હતું કે ‘મીડીયાને ઈન્ટરવ્યુ લેવાનો કોઈ અધિકાર નથી’ ત્યારે સવાલ થાય કે મીડીયા સામે વર્તન અધિકારી કરતા હોય તો રજૂઆત કરવા છતાં ખેડૂતોને કેવા જવાબો મળતા હશે ઉપરાંત વિજતંત્ર દ્વારા વાડી વિસ્તારના જર્જરીત વિજપોલો વહેલી તકે બદલવામાં આવે તેવી પણ ખેડૂતો માંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો