તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાણાવાવમાં 44 લાખના ખર્ચે મચ્છીમાર્કેટનું નિર્માણ કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણાવાવશહેરમાં ઘણા લાંબા સમયથી મચ્છીમાર્કેટ બનાવવાની માંગ ઉઠવા પામી હતી, અંતે 44 લાખના ખર્ચે મચ્છીમાર્કેટ બનાવવાનો નિર્ણય નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે. કુતિયાણાના યુવા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાના હસ્તે મચ્છીમાર્કેટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મચ્છીમાર્કેટનું જુનવાણી બિલ્ડીંગ જર્જરીત બની ગયું હતું હવે 44 લાખના ખર્ચે નવું મચ્છીમાર્કેટનું બિલ્ડીંગ બનાવવામાં આવશે. ઉદઘાટન પ્રસંગે નગરપાલિકાના મહિલા પ્રમુખના પતિ મહેશભાઈ ઓડેદરા તેમજ સુધરાઈ સભ્યો ઓસમાણભાઈ નાઈ અને દિનેશભાઈ રાઠોડ, જેઠાભાઈ શામળા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાણાવાવ શહેરમાં મોટાભાગના રસ્તાઓ બિસ્માર હાલતમાં હોય રસ્તાનું નવિનીકરણ થાય તે માટે ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં રસ્તાના નવિનીકરણના કામો પણ હાથ ધરાશે.

ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું : બિસ્માર રસ્તાઓનું નિરીક્ષણ કર્યું

અન્ય સમાચારો પણ છે...