તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાણાવાવમાં બેંકે ઝીરો બેલેન્સથી ખાતા ખોલ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રૂા.500 અને 1000 ના દરની નોટો રદ થતા સામાન્ય નાગરીક સહિત ખેડૂતોને પણ પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો બેન્કોમાં પૈસાની લેવડદેવડ માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ત્યારે રાણાવાવમાં આવેલી સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડીયા દ્વારા ઝીરો બેલેન્સથી ખાતા ખોલવાનું શરૂ કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દિવસે 50 જેટલા ખાતા ખોલવામાં આવ્યા હતા.

તા. 8 નવેમ્બરથી સરકારે500 અને 1000 ના દરની ચલણી નોટો રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને નોટબંધીને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. 18 દિવસ થયા તો પણ બેન્કોમાં લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. લોકો પાસે ઘરખર્ચ માટે પણ પૂરતા પૈસા હોવાથી મુશ્કેલી વેઠવી પડી રહી છે. આથી રાણાવાવ ખાતે આવેલ સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડીયામાં ઝીરો બેલેન્સથી લોકોના ખાતા ખોલવાથી શરૂઆત કરવામાં આવી છે. પ્રથમ દિવસે 50 જેટલા ખાતા ખોલવામાં આવ્યા હતા. બેન્કની કામગીરીને લઈને લોકોને રાહત અનુભવી હતી.

બેન્કમાં ખાતા નથી તેઓ માટે આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...