તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • Ranavav
 • રાણાવાવ તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ફોર્મ ભરવાનું શરૂ કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાણાવાવ તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ફોર્મ ભરવાનું શરૂ કરાયું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગ્રામપંચાયતનીચૂંટણીનો એક તબક્કો 2 માસ પૂર્વે પૂર્ણ થયા બાદ બાકી રહેલી અન્ય ગ્રામપંચાયતોની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે અને ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે.

રાણાવાવ તાલુકામાં ત્રણ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. અમરદડના સરપંચે પોતાની પેનલ સાથેનું ફોર્મ ભર્યું હતું. રાણાવાવ તાલુકામાં અમરદડ, આદિતપરા અને ઠોયાણા એમ ત્રણ ગામોની ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાનાર છે.

અમરદડ ગામે સરપંચ તરીકે હરીશભાઈ વશરામભાઈ પીપરોતરે પોતાની ઉમેદવારી પેનલના સભ્યોની સાથે 10 જેટલા પેનલના સભ્યોના ફોર્મ પર ચૂંટણી અધિકારી લીલુબેન જાડેજા સમક્ષ રજૂ કર્યા હતા. 3 ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને ગામડાઓમાં રાજકીય માહોલ ગરમાયો છે.

સરપંચોએ પોતાની પેનલ સાથેનું ફોર્મ રજૂ કર્યા. તસ્વીર: નિકુંજ ચૌહાણ

અમરદડ, આદિતપરા અને ઠોયાણા એમ ત્રણ ગામની ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો