Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાણાવાવમાં કાદવ-કિચડથી અકસ્માતો સર્જાવાની ભિતી
રાણાવાવશહેરમાંથી પસાર થતો હાઈવે રોડ ભૂગર્ભગટર યોજનાની કામગીરીને લઈને બિસ્માર બની ગયો છે જેને કારણે વરસાદ પડતાં પોલીસ સ્ટેશન સામેથી કબ્રસ્તાન સુધી કીચડનું સામ્રાજ્ય ફેલાઈ ચૂક્યું છે. હાઈવે ઉપર ઠેકઠેકાણે પાણીના ખાડાઓ અને તેમાંય કાદવકીચડથી રોડ ઉપરથી રાહદારીઓને પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે.
રાણાવાવ શહેરમાં વરસાદ બાદ કાદવ-કિચડને કારણે રોડ ઉપર દરરોજ ચારથી પાંચ જેટલા વાહનો ખૂંપી જવાના બનાવો બને છે અને વધુમાં રોડ ઉપર ખાડાઓમાં ગાડી ખૂંચી જવાની બીકે ટ્રકો, બસો દ્વારા પુરઝડપે વાહનો ચલાવે જેથી બાજુમાંથી પસાર થતા નાના વાહનચાલકો કાદવ કીચડથી ખરડાઈ જાય છે. ઉપરાંત બી.એસ.એન.એલ. દ્વારા ખોદકામ કરી તેના વાયરો નાખવાની કામગીરી થાય છે જેનું ખોદકામ મોટા ભાગે રાત્રીના સમયે કરવામાં આવે છે અને ખૂલ્લા ખાડાઓને કારણે અકસ્માતનો પણ ભય સેવાઈ રહ્યો છે. શહેરના હાર્દસમા રસ્તાનું તાત્કાલીક અસરથી સમારકામ કરવામાં આવે તેવી માંગ શહેરીજનો કરી રહ્યા છે. ચોમાસાનાં એક વરસાદ બાદ શહેરોનાં મોટાભાગનાં રસ્તાઓ પર કાદવ-કીચડનાં ગંજ જામ્યા છે અને જેના કારણે વાહન સ્લીપ થઇ જવાના ભય રહે છે.