• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Ranavav
  • રાણાવાવ પાલિકાના પ્રમુખે ખોટા દસ્તાવેજોના આધારે મિલ્કત વેચાણ કરવા અંગે રજૂઆત કરી

રાણાવાવ પાલિકાના પ્રમુખે ખોટા દસ્તાવેજોના આધારે મિલ્કત વેચાણ કરવા અંગે રજૂઆત કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણાવાવ નગરપાલિકાના પ્રમુખ ઓસમાણ નાઈએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી એવું જણાવ્યું હતું કે હાલ પાલિકામાં પ્રમુખપદે હું ફરજ બજાવી રહ્યો છું. રાણાવાવ મુકામે લેખ રજીસ્ટર નં. 52/92/25-26 તા. 29/5/1996 વાળી મિલ્કત મેમણ ઈસ્માઈલ હાજી કાસમના નામની હતી. આ મિલ્કતના સીટી સર્વે ચાલતા નં. 439, 440, 441 તથા તેના સીટી સર્વે નં. 0-35 જમીન ચો. મીટર 1938 સર્વે નંબર 9-36 ચો.મી. 12.50 તથા સર્વે નં. 937 ચો. મીટર 27-75 વાળી આવેલી હતી. સદરહુ મિલ્કતમાં ઉત્તરોત્તર માટે સીટી સર્વે કચેરી-રાણાવાવમાં અરજી દાખલ કરવામાં આવેલ અને આ અરજી મંજુર થાય તે પહેલા જ તા. 5/2/2015 ના રોજ આ મિલ્કતનું વેચાણ દસ્તાવેજ કરી દેવામાં આવ્યું હતું તે સંજોગોમાં વેચાણ દસ્તાવેજ તદ્દન ગેરકાયદેસર અને કાયદાના સિદ્ધાંતોની વિરૂદ્ધ પ્રકારનું દસ્તાવેજ હતું. આ કામે જે દસ્તાવેજ એન્ટ્રી માટે રજૂ કરવામાં આવ્યું તે દસ્તાવેજ પણ ઉભા કરેલ અને ફ્રોડ દસ્તાવેજ છે. અને ગુલશનબાનુનુ સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. આ સોગંદનામું તેમની ગેરહાજરીમાં તેઓ ભારતમાં ન હતા તે વખતે કરાયું છે તેથી જ આ સોગંદનામામાં આઈ.ડી. તરીકે જે પાસપોર્ટની ઝેરોક્ષ ચોટાડવામાં આવેલ હતી તે પાસપોર્ટ એક્સપાયરી ડેટનું પાસપોર્ટ હતું. આ સોગંદનામામાં અન્ય વ્યક્તિએ પણ સહી કરેલ હતી. માટે જ આ કામે રાણાવાવના રહીશ વિનોદ હેમરાજ પરમાર દ્વારા આ નોંધો સામે વાંધા-અરજી દાખલ કરવામાં આવી અને કેસમાં અપીલ પણ કરાઈ હતી. પરંતુ વિનોદ હેમરાજ પરમાર પણ આ ખોટા દસ્તાવેજો ઉભા કરનાર સાથે ભળી ગયેલ અને તેઓએ કરેલ અરજી તથા કાગળો પાછા ખેંચી લીધા હતા. તેના બદલામાં તેમને રાણાવાવ ગામની સીટી સર્વે નં. 937 ગ્રાઉન્ડ ફ્લોરથી આકાશી હક્ક સાથેની સીડી સહિતની દુકાન 100 મી. 27-75 વાળી વેચાણ દસ્તાવેજથી તા. 25/5/17 ના રોજ આપી દેવામાં આવેલ છે. લેતી-દેતી કે વ્યવહાર બન્ને પક્ષકારો વચ્ચે થયેલ નથી. આમ ખોટા દસ્તાવેજો ઉભા કરી મિલ્કત પચાવી પાડવાનું સ્પષ્ટપણે ખૂલે છે અને તેના આધારે ખોટા દસ્તાવેજો ઉભા કરનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...