તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Ranavav
  • Ranavav રાણાવાવ ખાતે બાલકૃષ્ણ હવેલીમાં ત્રિદિવસીય સત્સંગ શિબિર યોજાઈ

રાણાવાવ ખાતે બાલકૃષ્ણ હવેલીમાં ત્રિદિવસીય સત્સંગ શિબિર યોજાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણાવાવ | રાણાવાવની બાલકૃષ્ણ હવેલીમાં પુષ્ટિમાર્ગના મુળભૂત સિદ્ધાંતોની જાણકારી આપવામાં આવી હતી. એક વૈષ્ણવજન તરીકે સારા સમાજના નિર્માણ માટેની જવાબદારી વહન કરવાની થાય છે તેની વિસ્તૃત ચર્ચા કરી હતી. આ શિબિરમાં સુરતના ગો. જયવલ્લભલાલ મહોદય, મથુરાવાળા વ્રજરમણલાલજીના બેટીજી યમુનારાજા તથા પોરબંદરના 108 વસંતકુમાર મહોદય દ્વારા વચનામૃતનું પાન કરાવવામાં આવ્યું હતું. ઉપસ્થિત વૈષ્ણવ પરિવારોને ચરણસ્પર્શનો પણ લાભ મળ્યો હતો. આ શિબિરને સફળ બનાવવા માટે હવેલીના ટ્રસ્ટી પરિવાર તથા વૈષ્ણવ પરિવારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...