તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • Ranavav
 • કુતિયાણા તાલુકાના ઘેડ પંથકના રસ્તાનું 24 કલાકમાં 2 વખત ખાતમુહૂર્ત કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુતિયાણા તાલુકાના ઘેડ પંથકના રસ્તાનું 24 કલાકમાં 2 વખત ખાતમુહૂર્ત કરાયું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કુતિયાણાતાલુકાના ઘેડ પંથકના 31 કિલોમીટરનો રસ્તો રૂા. 38 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે ત્યારે 24 કલાકમાં 2 વખત રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હાલ બે-બે વખત માર્ગનું ખાતમુહૂર્ત થતાં રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો હતો. કુતિયાણા તાલુકાના ઘેડ વિસ્તારમાં છેલ્લા ઘણાં લાંબા સમયથી રસ્તાઓ અતિશય બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે કુતિયાણાથી મહીયારી અને ઘેડ બગસરા સુધીનો 31 કિલોમીટરનો માર્ગ રૂા. 38 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યો છે. માર્ગનું 24 કલાકમાં બે વખત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં કુતિયાણા-રાણાવાવના એન.સી.પી. ના ધારાસભ્ય કાંધલ જાડેજાએ પ્રથમ માર્ગનું ખાતમુહૂર્ત કર્યું હતું, તો બીજી તરફ રાજ્યના કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા દ્વારા મહીયારી ખાતે પણ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આમ, બે-બે વખત માર્ગનું ખાતમુહૂર્ત થતાં જાણે રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો હતો ત્યારે ભાજપ અને કોંગ્રેસ બન્ને સામસામે વિકાસના કામોની ગાથાઓ ગુંજી રહ્યા હતા. બાબતે કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાને પૂછવામાં આવ્યું હતું તો એવું જણાવ્યું હતું કે, કોઈ પક્ષ કે ધારાસભ્યએ ખાતમુહૂર્ત કર્યું હોવાની ખબર નથી અને આજે ઓફિશીયલી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

24 કલાકમાં બે વખત રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું. તસ્વીર: નાગેશ પરમાર

બે-બે વખત ખાતમુહૂર્ત થતાં રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો