• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Ranavav
  • આદિતપરાના દડ વિસ્તારમાં આતંક મચાવતો દીપડો આખરે પાંજરે પુરાયો

આદિતપરાના દડ વિસ્તારમાં આતંક મચાવતો દીપડો આખરે પાંજરે પુરાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણાવાવતાલુકાના આદિતપરા ગામે છેલ્લા 5-6 દિવસથી દીપડાને પડાવ નાંખતા સ્થાનિક ખાણોમાં કામ કરતા મજુરોમાં ભારે ભય વ્યાપી ગયો છે. ખાણ નજીકના વિસ્તારમાં દીપડાએ ભૂંડનો શિકાર કર્યો હતો. દીપડાના આતંકને લઈને સ્થાનિક લોકોએ વનવિભાગને અહીં પાંજરૂ મૂકવાની માંગ કરી હતી છતાં બાબતે વનવિભાગે કોઈ કાર્યવાહી નહીં કરતા સ્થાનિક મજૂરોને રાત્રીના સમયે બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. અંતે વનવિભાગ દ્વારા 2 દિવસ પૂર્વ દડ સીમ વિસ્તારમાં પાંજરૂ મુકવામાં આવ્યું હતું. ગુરૂવારની મોડી રાત્રીના દીપડો પાંજરે પુરાયો હતો ત્યારબાદ વનવિભાગનો સ્ટાફ તાત્કાલીક દોડી ગયો હતો અને દીપડાને ફરી બરડાડુંગર વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો.

ગુરૂવારની મોડી રાત્રીનાં દીપડો પાંજરે પુરાયો.

ખાણના મજુરોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું : હજુ એક દીપડો હોવાની આશંકા

અન્ય સમાચારો પણ છે...