• Gujarati News
  • યુવાન મોબાઇલમાં વાત કરતા કરતા દરિયામાં ખાબકયો

યુવાન મોબાઇલમાં વાત કરતા કરતા દરિયામાં ખાબકયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાફરાબાદની એક બોટ માછીમારી માટે દરિયામા ગયા બાદ બોટના છેડા પર ઉભો રહી એક યુવાન વાત કરતો હતો એ વખતે અચાનક જ મોબાઇલ સાથે દરિયામાં ખાબકયો હતો. છ કલાકની શોધખોળ બાદ પણ આ યુવકનો કોઇ પતો ન મળતા માછીમાર સમાજમાં ચિંતાની લાગણી ફરી વળી હતી. આ ઘટના આજે જાફરાબાદના દરિયામા બનવા પામી હતી. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર જાફરાબાદના દિવાદાંડી વિસ્તારના દરિયામાં આજે એક બોટ માછીમારી કરવા ગઇ હતી. રામચંદ્ર ભીખુજીભાઇ બારૈયાની માલિકીની આ બોટમાં ખલાસી તરીકે હરેશ નારણભાઇ બારૈયા નામનો યુવાન પણ ગયો હતો. આ યુવાન બપોરના બેએક વાગ્યાના સુમારે બોટના છેડા પર ઉભો રહી મોબાઇલ પર વાતો કરી રાો હતો ત્યારે અચાનક મોજુ આવતા તેની થપાટથી તે મોબાઇલ સાથે દરિયામા ખાબકયો હતો. આ બનાવની જાણ જાફરાબાદમા થતા માછીમાર સમાજમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યું હતુ. બોટ એસોસિએશન અને ખારવા સમાજના આગેવાનોને ખબર પડતા મોડીસાંજ સુધી દરિયામા તેની શોધખોળ કરવામા આવી હતી. આમછતા હરેશ બારૈયાનો હજુ સુધી કોઇ પતો મળ્યો ન હતો. બોટના માલિક રામચંદ્ર ભીખાજીભાઇએ જણાવ્યું હતુ કે આ અંગેની અરજી મરીન પોલીસમાં આપી છે. જો કે મરીન પોલીસે જણાવ્યું હતુ કે તેમની પાસે હજુ સુધી કોઇ અરજી આવી નથી.