તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજુલામાં બાંધકામ કચેરીની બેઠક મળી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીજિલ્લા પંચાયતમા તાજેતરમા કોંગ્રેસના યુવા નેતા અને બાંધકામ સમીતીના ચેરમેન ટીકુભાઇ વરૂએ રાજુલા જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની મુલાકાત લીધી હતી. રાજુલા બાંધકામ કચેરીમા ખાંભા, જાફરાબાદ અને રાજુલાના બાંધકામ ખાતાના ઇજનેર તથા સર્વ અધીકારીઓની બેઠક યોજવામા આવી હતી. બેઠકમાં ટીકુભાઇ વરૂએ જણાવ્યુ હતુ કે વર્ષ 2015ના જે રસ્તાઓ મંજુર થયા છે. તેના કામના પ્રોગ્રેસનો રિપોર્ટ કરવો અને વર્ષ 2016મા રસ્તાના મંજુર થયેલા કામો હવે શરૂ કરવાના રહેશે. તેમજ જુના રસ્તાઓ પર હાલ એસટીના રૂટો બંધ હોય જેથી એસ્ટીમેટ તથા મંજુરી મેળવી ઝડપથી રીપેરીંગ કરવા જેથી એસટી સુવીધા શરૂ થઇ જાય. વધુમા જણાવતા કહ્યુ હતુ કે જે પેવર રોડમા 12 કામોને જોબ નંબર મળ્યાં છે. તેવા કામમા ટેન્ડરો અને નવા કામો શરૂ થાય તેમજ નવા ગ્રામ પંચાયત હસ્તક કે શાળાના રૂમો, વાડીઓ કે સીસી રોડના કામોની ગુણવતા જળવાય રહે તેનો ખ્યાલ રાખવો.

અન્ય સમાચારો પણ છે...