તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાફરાબાદમાં કરન્સીચેસ્ટ મુદ્દે 10મીએ શહેર બંધનું એલાન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાફરાબાદએસબીઆઇમા કરન્સીચેસ્ટની સેવા બંધ કરવા મુદ્દે વેપારીઓ, માછીમારો સહિત ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બેંકમાં છેલ્લા ઘણા વર્ષોથી સેવા શરૂ હતી. હાલમા બેંકમા કરોડોની ડિપોઝીટ છે અને બેંક નફો પણ કરે છે છતા ગ્રાહકોને પુરતી સુવિધા આપવામા આવતી નથી ત્યારે પ્રશ્ને આગામી તા. 10મીએ શહેર બંધનુ એલાન આપી વિરોધ કરવામા આવશે.

જાફરાબાદ એસબીઆઇમા કરન્સીચેસ્ટ બંધ કરવાનો નિર્ણય લેવામા આવતા વેપારીઓ, માછીમારો અને ગ્રાહકોને ભારે હાલાકી પડી રહી છે. અંગે અગાઉ ચેમ્બરના પ્રમુખ હર્ષદભાઇ મહેતાએ રજુઆત કરી જણાવ્યું હતુ કે અહી એસબીઆઇ ધિકતી કમાણી કરતી હોય નવા કાઉન્ટરો ખોલવા, પુરતો સ્ટાફ નથી તેની નિમણુંક કરવા, એટીએમ પણ અવારનવાર બંધ થઇ જતુ હોય વિગેરે બાબતે ઉકેલ લાવવા માંગણી કરી હતી.

ત્યારે હાલમા બેંકમા કરન્સીચેસ્ટ બંધ કરવાનો નિર્ણય લેવામા આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રશ્ને આગામી તા. 10ના રોજ શહેર બંધનુ એલાન આપવાનો નિર્ણય લેવામા આવ્યો છે. તા. 11ના રોજ ખારવા સમાજ, કોળી સમાજ, મુસ્લિમ સમાજ સહિતના આગેવાનો પણ ઉપવાસ કરી વિરોધ નોંધાવશે. બેંકમાં ખારવા સમાજનું કરોડોનુ ટર્નઓવર છે. લાખોની ડિપોઝીટ છે તેમ છતા કરન્સીચેસ્ટ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે તેનો વિરોધ કરાયો હતો. રામભાઇ સોલંકીએ જણાવ્યુ હતુ કે ખારવા સમાજ અને સરકારી તમામ વહિવટ બેંકમા થતો હોય કરન્સીચેસ્ટ બંધ થાય તો ડિપોઝીટ ઉપાડી લઇ અન્ય બેંકોમા જવુ પડે તેવી સ્થિતી ઉભી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...