તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Rajula
  • 11 માંથી 10 તા.પંચાયત, જિલ્લા પંચાયત અને પાંચેય પાલિકાની ચૂંટણીમાં ભાજપને પછડાટ

11 માંથી 10 તા.પંચાયત, જિલ્લા પંચાયત અને પાંચેય પાલિકાની ચૂંટણીમાં ભાજપને પછડાટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીજિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીને એક પછી એક પછડાટ મળી રહી છે અને કોંગ્રેસે એક પછી એક એમ લગભગ તમામ સંસ્થાઓ કબજે કરી લીધી છે. તાજેતરમાં થયેલી ચુંટણીમાં એકમાત્ર રાજુલા તાલુકા પંચાયતને બાદ કરતા તમામ સંસ્થામાં ભાજપને પછડાટ લાગી છે. પાટીદાર અનામત આંદોલન ઉપરાંત ભાજપનો આંતરીક જુથવાદ પણ કામ કરી રહ્યો હોવાનું ખુદ ભાજપના કાર્યકરો કબુલી રહ્યા છે.

પાછલા થોડા સમયમાં બે તબક્કે અમરેલી જિલ્લામાં પાલીકા અને પંચાયતની ચુંટણી યોજાઇ અને તમામ સ્તરે ભારતીય જનતા પાર્ટીને કારમી હાર સહન કરવી પડી. જિલ્લા પંચાયત જેવી મહત્વની સંસ્થા તો ગુમાવી સાથે સાથે 11 માંથી 10 તાલુકા પંચાયતમાં પણ કારમો પરાજય થયો. એટલુ નહી તમામ પાંચેય નગરપાલીકાની ચુંટણીમાં પણ ભાજપને એવી ભુંડી પછડાટ પડી કે એકેય સંસ્થા હાથમાં આવી. એકમાત્ર રાજુલા તાલુકા પંચાયતમાં ભાજપને માંડ માંડ સફળતા મળી.

રાજુલા-જાફરાબાદ વિસ્તાર ભાજપનો ગઢ છે અને અહિં ધારાસભ્ય હિરાભાઇ સોલંકીની પકડ છે. જેને પરિણામે જાફરાબાદ તાલુકા પંચાયતમાં પણ ભાજપે કમસે કમ 50 ટકા બેઠક મેળવી. જો કે અહિં બળવો થતા તેમનો પક્ષ પોતાના પ્રમુખ બેસાડી શક્યો. પાટીદાર અનામત આંદોલનની તો અમરેલી જિલ્લામાં સારી એવી અસર છે સાથે સાથે જુથવાદ પણ વકરી ગયો છે. હાલમાં અમરેલી જિલ્લામાં કોંગ્રેસપાર્ટી જોરમાં છે. કારણ કે અહિં જુથવાદ હળવો પડયો છે. જ્યારે સામાપક્ષે ભાજપમાં આત્મચિંતન જેવી સ્થિતી પણ નઝરે પડતી નથી. ઉલ્લેખનીય છે કે, પાટીદાર આંદોલન અને જિલ્લા ભાજપમાં આંતરિક જૂથવાદનાં હિસાબે ભાજપે કારમી હારનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ફરી લોકોમાં ભાજપ પ્રત્યેની સહાનુભૂતિ ઉભી થાય એવું વાતાવરણ સર્જવા ભાજપે ઘણી મહેનત કરવી પડશે.

કયા કયા કારણો હાર માટે જવાબદાર

પાટીદારઅનામત આંદોલન અને જુથવાદ ઉપરાંત એવા બીજા કારણો પણ છે જેનાથી કોંગ્રેસને ફાયદો થયો અને ભાજપને નુકશાન થયું. ભાજપના અનેક મોટા નેતાઓએ ચુંટણી જીતાડવા કોઇ પ્રયત્ન કર્યો હતો. ઉપરાંત જેમની ટીકીટો કપાઇ તેમણે પક્ષની વિરૂધ્ધમાં કામ કર્યું. નાના કાર્યકરોનું સંગઠનમાં કોઇ સાંભળતુ હોય કાર્યકરોમાં પણ રોષ હતો. જીલ્લા ભાજપ પ્રમુખની પક્ષ પર કોઇ પકડ નથી બલ્કે ખુદ રબ્બરસ્ટેમ્પ હોય તેવી સ્થિતી છે.

ભાજપના બે જુથો વચ્ચે જંગ

બાબરાનગરપાલીકામાં ભારતીય જનતા પાર્ટીને જે કાર્યકરોને ટીકીટ અપાય તેમણે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી દીધી. માટે ભાજપના આગેવાનોનું પીઠબળ હોવાનું કહેવાય રહ્યુ છે. અગાઉ અમરેલી પાલીકાની ચુંટણી વખતે પણ જે ઉમેદવારને ટીકીટ અપાઇ તેમણે ભાજપના એક અન્ય જુથે ચુંટણીમાં લડવા દબાણ કરતા અનેક વોર્ડમાં નવા ઉમેદવારો શોધવા પડયા હતાં.

અન્ય સમાચારો પણ છે...