તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Rajula
  • માછીમારોનાં રક્ષણમાં કેન્દ્ર, રાજ્ય સરકાર નિષ્ફળ રહી છે

માછીમારોનાં રક્ષણમાં કેન્દ્ર, રાજ્ય સરકાર નિષ્ફળ રહી છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લા ચાર-પાંચ મહિનાથી પાક. બંદૂકની અણીએ શરણાગતિ સ્વિકારવાની ફરજ પાડે છે અને સત્તાધિશો ચૂપ બેઠા છે : માજી સાંસદ

મહારાષ્ટ્રની બોટોની દાદાગીરી, દરિયામાં મચ્છી મળવી સહિતના પ્રશ્નોથી માછીમારો મુંઝવણમાં

જાફરાબાદબંદર સરકારને કરોડો રૂપિયાનુ હુંડિયામણ રળી આપે છે. અહી એકાદ હજાર જેટલી બોટો મારફત 25 હજાર જેટલા માછીમાર પરિવારો શિયાળબેટ, ધારાબંદર, ચાંચબંદર, પીપળીકાંઠા વિગેરે વિસ્તારોના માછીમારો માછીમારીનો ધંધો કરી પરિવારનુ ગુજરાન ચલાવી રહ્યો છે. પરંતુ સરકાર દ્વારા માછીમારોના પ્રશ્ન અંગે કોઇ ઉકેલ આવતો હોય માછીમારો મુંઝવણમા મુકાયા છે. અને હિજરત કરે તેવી સ્થિતીનું નિર્માણ થતુ જોવા મળી રહ્યું છે. એક સમયે ધમધમતા જાફરાબાદ બંદરમા આજે સાગરપુત્રો સામે અનેક પડકારો આવ્યા છે. હાલ દરિયામા પણ રોજીરોટી મળતા માછીમાર પરિવારો મુંઝવણમા મુકાયા છે. સરકારને કરોડોનું હુંડિયામણ રળી આપતા બંદરના માછીમારોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જાફરાબાદ સહિત આસપાસના બંદરો પરથી માછીમારો બોટ લઇને દરિયામા માછીમારી કરવા જાય છે ત્યારે મહારાષ્ટ્રની બોટ દ્વારા પથ્થરમારો કરાઇ છે. જેના કારણે માછીમારોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. જાફરાબાદમાં આવતીકાલે રાજપરા, નવાબંદર, ધારાબંદર સહિતના બંદરોના માછીમારોનુ એક સંમેલન પણ મળશે. જેમાં માછીમારોના અનેક પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરાશે. મહારાષ્ટ્રની બોટો દ્વારા કરાતી હેરાનગતિ તેમજ કોસ્ટગાર્ડમા પણ રજુઆત કરવા અંગે વિચારણા કરાશે.

સરકાર દ્વારા માછીમારોનાં પ્રશ્નો હલ થતાં હિઝરત કરવી પડે અેવી સ્થિતી સર્જાઇ. }કે.ડી.વરૂ

ડ્રેજીંગ માટે ફાળવેલા નાણા અપુરતા

જાફરાબાદનાદરિયામા ડ્રેજીંગ માટે સરકાર દ્વારા 2.50 કરોડ ફાળવવામા આવ્યા છે. પરંતુ રકમથી કામ થઇ શકે તેમ નથી ત્યારે વધુ ગ્રાંટ ફાળવવામા આવે તેવી રજુઆત કરવામા આવી છે. ફિશરીઝ વિભાગ દ્વારા સર્વેની કામગીરી કરવામા આવી છે.

ગ્રાંટ વધુ ફાળવવા રજુઆત કરી છે : હિરાભાઇ સોલંકી

ધારાસભ્યહિરાભાઇ સોલંકીએ જણાવ્યું હતુ કે ડ્રેજીંગ માટે 2.50 કરોડની ગ્રાંટ ફાળવવામા આવી છે પરંતુ રકમ ઓછી હોવાથી વધુ ગ્રાંટ ફાળવવામા આવે તે અંગે રજુઆત ઉચ્ચકક્ષાએ કરવામાં આવી છે.

બે માસથી માછીમારી ઠપ્પ થતાં માછીમારો મુંઝવણમાં

રામભાઇસોલંકી તેમજ કનૈયાલાલે જણાવ્યું હતુ કે છેલ્લા બે માસથી દરિયામા માછીમારોને મચ્છી મળતા હાલ રોજીરોટી પણ મળી રહી નથી ત્યારે સરકાર દ્વારા કોઇ પ્લાન બનાવી બેંક સહિતની સહાય કે અન્ય રીતે માછીમારોને મદદ કરવામા આવે તે જરૂરી છે. સાથે બજેટમાં પણ અમરેલી જિલ્લાનાં માછીમારોને અન્યાય થયો હોવાનું પણ રામભાઇએ જણાવ્યું હતું.

માછીમારોને હિજરત કરવી પડશે : છનાભાઇ

જાફરાબાદનાપુર્વ ઉપસભાપતિ છનાભાઇ બારીયાએ જણાવ્યું હતુ કે સરકારને કરોડો રૂપિયાનુ હુંડિયામણ રળી આપે છે તેમ છતા માછીમારોના પ્રશ્નો અંગે સરકાર દ્વારા કોઇ ધ્યાન અપાતુ નથી અને માછીમારોને માછલી પણ મળતી હોવાથી ધંધા-રોજગાર બંધ થતાં હાલ માછીમારોને હિજરત કરવી પડે તેવી સ્થિતી ઉભી થઇ છે.

ડ્રેજીંગ માટે સર્વે કરાયો : સોલંકી

કનૈયાલાલસોલંકીએ જણાવ્યું હતુ કે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા ગઇકાલે સર્વેની કામગીરી કરવામા આવી હતી. પરંતુ સરકાર દ્વારા ફાળવવામા આવેલા નાણા અપુરતા હોવાથી હજુ વધુ નાણા ફાળવવામા આવે તે જરૂરી છે. જો રૂપિયા ફાળવાઇ તો ડ્રેજીંગની સમસ્યા હલ થઇ શકે તેમ છે.

અેક સમયે ધમધમતા જાફરાબાદ બંદર સામે અનેક પડકાર

અન્ય સમાચારો પણ છે...