તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Rajula
  • જિલ્લા પંચાયત બાંધકામ ખાતાનાં ચેરમેન પદે નિયુક્તિ કરાઇ

જિલ્લા પંચાયત બાંધકામ ખાતાનાં ચેરમેન પદે નિયુક્તિ કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલીજિલ્લામાં તાજેતરમાં રાજુલા જાફરાબાદ ભાજપના ગઢ ગણાતા ટીંબી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ટીકુભાઇ વરૂ બહુમતીથી ચુંટાઇ આવ્યા હતા. ત્યારે રાજુલા જાફરાબાદ પંથકમા કાઠી ક્ષત્રિય સમાજમાં હર્ષની લાગણી વ્યાપી ઉઠી છે.

જિલ્લા પંચાયતની જાફરાબાદની ટીંબી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ટીકુભાઇ વરૂ ચુંટાઇ આવ્યા હતા. રાજુલા જાફરાબાદ આમ તો ભાજપનો ગઢ ગણાય છે ત્યારે વિસ્તારમાં ટીકુભાઇ વરૂની પ્રશ્નો ઉકેલવાની કુનેહના કારણે તેઓ ચુંટાઇ આવ્યા હતા. ત્યારે જિલ્લા પંચાયતમા મહત્વના બાંધકામ ખાતામા ચેરમેન તરીકે વરણી કરવામા આવી હતી. અંગે માજી ધારાસભ્ય પ્રતાપભાઇ વરૂએ જણાવ્યું હતુ કે કોંગ્રેસ દ્વારા અગાઉ પણ જિલ્લા પંચાયતમાં ભીમભાઇ બોરીચાની બાંધકામ ખાતામા ચેરમેન તરીકે વરણી કરવામા આવી હતી. આમ કોંગ્રેસના જિલ્લાના આગેવાનો અને પ્રદેશની આગેવાનોએ કાઠી ક્ષત્રિય સમાજની નોંધ લઇ બે વખત ચેરમેન પદે નિયુકિત કરાતા રાજુલા જાફરાબાદમા કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો માજી તાલુકા પંચાયત પ્રમુખ હનુભાઇ ધાખડા, અમરૂભાઇ ધાધલ, ગૌતમભાઇ વરૂ, રામકુભાઇ ધાખડા, આલીગભાઇ કોટીલા, જોરૂભાઇ ધાખડા, ધીરૂભાઇ સહિતે હર્ષની લાગણી અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...