• Gujarati News
  • શેલણામાંથી શંકાસ્પદ કોલસો કબજે

શેલણામાંથી શંકાસ્પદ કોલસો કબજે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજુલાજાફરાબાદ પંથકમાં વિકસેલા મહાકાય ઉદ્યોગોમાં કોલસાની મોટાપાયે જરૂર પડે છે ઉપરાંત પીપાવાવ પોર્ટમા પણ મોટા પ્રમાણમાં કોલસાની આયાત થાય છે ત્યારે વિસ્તારમાં બિન હિસાબી કોલસાની હેરફેરનુ કૌભાંડ પણ ચાલતુ રહે છે. આજે જાફરાબાદના સેલણામા એક સ્થળે કોલસાનો મોટો જથ્થો પડયો હોવાની બાતમીના આધારે જુનાગઢ ડીઆઇજીની સુચનાથી આરઆરસેલની ટીમ ત્રાટકી હતી અને ચાર ટ્રક જેટલો કોલસો વે-બ્રિજ અને લોડર જેવા સાધનો કબજે લીધા હતા. કોલસા માટે જમીન આપનાર પ્લોટ માલિકની પુછપરછ થઇ રહી છે.

અગાઉ ખાંભા તાલુકાના ડેડાણ પંથકમાંથી પણ આવુ કોલસા કૌભાંડ ઝડપાયુ હતુ. જુનાગઢ ડીઆઇજીને જાફરાબાદ તાલુકાના સેલણા ગામે કોલસાનો બેનંબરનો કારોબાર ચાલતો હોવાની બાતમીના પગલે તેમની સુચનાથી આરઆરસેલની ટીમ આજે સવારે અહી ત્રાટકી હતી. સેલણામા ઉકાભાઇ મકવાણાની માલિકીના પ્લોટમાં અહી ત્રણથી ચાર ટ્રક ભરાય તેટલો કોલસાનો જથ્થો પડયો હતો ઉપરાંત એક લોડર અને એક વે-બ્રિજ પણ અહી રાખવામા આવેલ.

પોલીસ અહી ત્રાટકતા અફડાતફડી મચી હતી. અને ઉકાભાઇ મકવાણાએ કોલસાના જથ્થા અંગે કંઇ જાણતા હોવાનુ કહી હાથ ઉંચા કર્યા હતા. તેમણે જણાવ્યું હતુ કે તેમની જમીન તેમણે રાજકોટના રાયમલ વિરડા નામના શખ્સને ભાડે આપી છે. તેમણે પોલીસને એવુ પણ જણાવ્યું હતુ કે માત્ર છેલ્લા બે દિવસથી અહી કોલસો લાવવાનુ શરૂ કરાયુ છે.

શેલણામાથી મળેલા કોલસાનો જથ્થો રાજકોટના રાયમલ આહિરનો હોવાનુ ઉકાભાઇ મકવાણાએ જણાવ્યું હતુ. રાયમલ આહિર અમરેલીમાં તે વખતના મુખ્યમંત્રી અને હાલના પીએમ નરેન્દ્ર મોદીના સદ્દભાવના ઉપવાસ વખતે આહિર સમાજ દ્વારા કરાયેલા સન્માનમા ઉપસ્થિત હતા. }ફાઇલ તસ્વીર

કોલસાનાં કાળા કારોબારનો વહિવટરાજકોટથી

અહીનીકંપનીઓ અને પોર્ટમા આવતા કોલસાને સગેવગે કરવાનુ કૌભાંડ લાંબા સમયથી ચર્ચામા છે અને તેમા પણ રાજકોટના એક શખ્સનુ નામ ચર્ચામા છે. ત્યારે આજે ઉકા મકવાણાએ કોલસો રાજકોટના રાયમલ વિરડા નામના આહિર શખ્સનો હોવાનુ જણાવ્યું હતુ. એવુ કહેવાય છે કે કોલસા કૌભાંડનુ નેટવર્ક માત્ર પીપાવાવ પંથક નહી પરંતુ ચોટીલા, થાન, પોરબંદર, સુરેન્દ્રનગર અને કચ્છ સુધી લંબાયેલુ છે. અને તેનુ સમગ્ર સંચાલન રાજકોટમાંથી થઇ રહ્યું છે. કૌભાંડના સુત્રધારો સૌરાષ્ટ્રના દરેક વિસ્તારમા પોલીસ સાથે સંબંધ ધરાવે છે.

લીલીયાના ક્રાંકચ વિસ્તારમાં રાણીમાતા તરીકે જાણીતી સિંહણ 2000ની સાલમાં વિસ્તારમાં આવી પહોંચી હતી. અને દિવસો જતાં વિસ્તારમાં 40 કરતા પણ વધુ સિંહો વસવાટ કરવા માંડયા પરંતુ ગત 24મી તારીખે આવેલા અનરાધાર વરસાદથી થયેલ પુર હોનારતથી કોલર આઇડી વાળી સિંહણ ક્રાંકચનો વિસ્તાર છોડીને બીજે વસવાટ કરવા જતી રહી છે }મનોજ જોષી

કોલર આઇડી વાળી સિંહણે ક્રાંકચ છોડ્યું

શહેરમાં એક પણ વ્યક્તિ એવી નહીં હોય કે જેને પ્રસાદીનું આમંત્રણ મળ્યું હોય

આરઆર સેલની ટીમ ત્રાટકી : રાજકોટના શખ્સ દ્વારા ચલાવાઇ રહ્યું છે કૌભાંડ? ઉપરથી દબાણ વચ્ચે પોલીસ કરશે ઉંડી તપાસ

પ્રકરણ ભીનંુ સંકેલવા આવ્યુ દબાણ

જૂનાગઢ ડીઆઇજીની સુચનાથી જાફરાબાદ તાલુકાનાં સેલાણા ગામે કોલસાનો બે નંબરનો કારોબાર ચાલતો હોવાનો થયો પર્દાફાશ, માલિકીના પ્લોટમાં ધમધમતો હતો કાળો કારોબાર }કે.ડી.વરૂ

રાયમલની પણ પુછપરછ થશે- PSI

નાગેશ્રીનાપીએસઆઇ પરમારે જણાવ્યું હતુ કે રાયમલ વિરડાની પણ પુછપરછ થશે અને તેની પાસે બીલ સહિત જરૂરી વિગતો મંગાશે. ઉપરાંત કોલસાની એફએસએલમા મોકલી તેનો રિપોર્ટ મંગાવવામા આવશે.

12હજારમાં આપી હતી જમીન ભાડે

સેલણામાપહોંચી પોલીસે કોલસાનો જથ્થો કબજે લેતા જમીન માલિક ઉકા મકવાણાએ પોલીસને એવુ જણાવ્યું હતુ કે તેણે તો માત્ર 12 હજાર રૂપિયાના ભાડે જમીન આપી હતી. ભાડુ એડવાન્સ લેવાનુ હતુ પરંતુ હજુ તેને ભાડુ પણ મળ્યું નથી.

જૂનાગઢ આરઆર સેલ અને નાગેશ્રી પોલીસે ઝડપી પાડેલ કોલસાના પ્રકરણમા સંડોવાયેલા લોકોના હાથ છેક ઉપર સુધી હોય આવનારા સમયમાં પણ પોલીસ પર દબાણ રહેશે તેવુ લોકોમાં ચર્ચાયુ હતુ.