• Gujarati News
  • સતાધારમાં શિવકથા, મંદિરની પ્રાણપ્રતિષ્ઠા

સતાધારમાં શિવકથા, મંદિરની પ્રાણપ્રતિષ્ઠા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવદરનજીક આવેલ સુપ્રસિધ્ધ સતાધારધામમાં તા.17 થી 23 અેપ્રિલ સુધી ધર્મસપ્તાહનું આયોજન કરાયું છે. પૌરાણિક શિવ મંદિરની પુન: પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ, શિવકથા, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

સુપ્રસિધ્ધ સતાધારની જગ્યામાં તા.17 થી 23 એપ્રિલ સુધી ધર્મસપ્તાહનુ઼ આયોજન કરાયું છે. સોમનાથ મંદિરની પ્રતિકૃતિ સમાન શિવમંદિરનું રાજસ્થાની પથ્થરથી નવનિર્માણ કરાયું છે. અહિંયા પાંડવોએ શિવલીંગની પુજા કરી શકિતઓ પ્રાપ્ત કરી હતી એવી પૌરાણિક કથા છે. તા. 21 નાં શિવમંદીરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થશે. મહંત જીવરાજબાપુ ગુરૂશામજીબાપુ ગાદી સ્થાનેથી યજ્ઞશાળામાં આગમન કરશે, સામૈયા, યજ્ઞશાળામાં પગલા, સમાધી પુજન, શોભાયાત્રા સહિતનાં ધાર્મિક પ્રસંગો, તા.22નાં દેવપુજન, આરતી સહિતનાં પ્રસંગો તથા તા.23નાં બિલેશ્વર મહાદેવ પુન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ વિધી યોજાશે. ધર્મપ્રસંગ સાથે તા.17 થી શિવકથાનું પણ અાયોજન કરાયું છે.

વ્યાસપીઠ પરથી રાજુલાના યજ્ઞેશભાઇ ઓઝા સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 ભાવિકોને કથારસનું પાન કરાવશે. અંતિમ દિવસે સંતોની ધર્મસભા યોજાશે. દેશભરમાંથી ભાવિકો ઉમટી પડશે.

સતાધારમાં ધર્મ સપ્તાહનાં આયોજન સાથે પાંડવોએ જ્યાં પુજા કરી સિદ્ધી મેળવી હતી તે મંદિરની પુન પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે /- વિપુલલાલાણી

મુખ્યમંત્રીને ખાસ આમંત્રણ અપાશે

ધર્મપ્રસંગમાંમુખ્યમંત્રી આનંદીબેન પટેલને ખાસ આમંત્રણ અાપવાની ચર્ચા છે. તા.17નાં વીએચપીનાં પ્રવિણ તોગડીયા આવશે અને જૂનાગઢ ખાતે પણ સભા યોજશે એમ જાણકાર સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

સને 1865માંઆપાગીગાએ સતાધારની સ્થાપના કરેલ. જેનો કોઇ આધાર હોય એવા રકતપિતીયા, કોઢીયા, લુલા, લંગડા વ્યકિતઓ, સાધુ- સંતો, અભ્યાગતો માટે સેવાકાર્યો શરૂ કરેલ. ત્યારબાદ આપા કરમણબાપુને ઉત્તરાધિકાર નિમી 1926માં જીવતા સમાધી લીધી હતી. મહંત જીવરાજબાપુ અને લઘુમહંત વિજયબાપુનાં વડપણમાં જગ્યાનો ઘણો વિકાસ થઇ રહયો છે.

અગ્રણીસંતો - મહંતો પધારશે

ગુજરાત-સૌરાષ્ટ્રનાં અગ્રણી સંતો પધારશે. ગોપાલાનંદબાપુ, કરશનદાસબાપુ, દ્વારકાશારદાપીઠનાં દંડી સ્વામી સદાનંદ સરસ્વતીજી, મહંત વલકુબાપુ, ભાગવતાચાર્ય રમેશભાઇ ઓઝા સહિતનું આગમન રહેશે.

નિરાધારોનો આધાર છે ધામ