• Gujarati News
  • { પડતર પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી

{ પડતર પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાફરાબાદમાંઅલ્ટ્રાટેક કોલોની ખાતે ગતિશિલ ગુજરાત અંતર્ગત બે દિવસીય ચિંતન શિબીરનું આયોજન કરવામા આવ્યું હતુ. શિબિરમાં ઉપસ્થિત વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામા આવી હતી.કલેકટર અજયકુમારની અધ્યક્ષતામાં શિબીરને ખુલ્લી મુકવામા આવી હતી. શિબીરમાં આસી. કલેકટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી સુજીતકુમાર, એસપી મકરંદ ચૌહાણ વિગેરે પણ ઉપસ્થિત રહ્યાં હતા. સરકારની વિવિધ યોજનાઓને સફળ બનાવવા અને લક્ષ્યાંક સિધ્ધી સુધી પહોંચવા આયોજન કરવા અને યોજનાની અમલવારીમાં અવરોધરૂપ પરિબળો વિશે ચિંતન કરવામા આવ્યું હતુ.
શિબિરમાં શિક્ષણ, આરોગ્ય, પંચાયત, બાળ વિકાસ, સિંચાઇ, પાણી પુરવઠા સહિ‌ત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. અને પડતર પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામા આવી હતી. શિબિરમાં મામલતદાર પંડયા, ડીવાયએસપી પરમાર, ટીડીઓ બગડા, વાઢેરભાઇ, શશીભાઇ રાજયગુરૂ, પીઆઇ કરણ, સીડીપીઓ મંજુલાબેન, કપુર, મેજર માવા, નીનામા, ભગુભાઇ, મહેશભાઇ સહિ‌ત ઉપસ્થિત રહ્યાં હતા.
જાફરાબાદમાં બે િદવસીય તંત્ર ચિંતન િશબીર યોજાઇ