• Gujarati News
  • બાઇક પર આવેલા બે અજાણ્યા લુંટારૂઓએ માર પણ માર્યો

બાઇક પર આવેલા બે અજાણ્યા લુંટારૂઓએ માર પણ માર્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાઇક પર આવેલા બે અજાણ્યા લુંટારૂઓએ માર પણ માર્યો
ભાસ્કરન્યૂઝ. અમરેલી
રાજુલાપંથકમાં ઉદ્યોગોના વિકાસને પગલે ટ્રક ચાલકોની અવર જવર વધારે રહે છે ત્યારે લુખ્ખાગીરી આચરતા તત્વો દ્વારા ટ્રક ચાલકોને આંતરીને લુંટ ચલાવવાની ઘટનાઓ અવાર નવાર બની રહી છે. ગઇકાલે બપોરે પણ રામપરાના એક ટ્રક ચાલકને બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ આંતરી માર મારી રૂા. 1500ની રોકડ રકમની લુંટ ચલાવી હતી. જે અંગે રાજુલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.
રાજુલા તાલુકાના રામપરા ગામના લાલાભાઇ દેસુરભાઇ લાખણોત્રા ગઇકાલે પોતાનો ટ્રક લઇ બપોરના ત્રણેક વાગ્યાના સુમારે રાજુલાના બાયપાસ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે જી જે 14 એલ 4384 નંબરના મોટર સાયકલ ચાલકે ટ્રક આડુ બાઇક ઉભુ રાખી તેમને અટકાવ્યા હતાં. ટ્રક ઉભો રહેતા બન્ને શખ્સો તેના પર ચડી ગયા હતાં અને તુ અકસ્માત કરીને આવ્યો છે તેમ કહી તેની સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરી હતી. બન્ને શખ્સોએ તેને ઢીકાપાટુનો માર મારવા ઉપરાંત તેના ખીસ્સામાં રહેલી રૂા. 1500ની રોકડ રકમની લુંટ પણ કરી હતી અને બાદમાં ત્યાંથી નાસી છુટ્યા હતાં. લાલા લાખણોત્રાએ આજે બારામાં રાજુલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. પરપ્રાંતિય ટ્રક ચાલકો જ્યારે આવી ઘટનાનો ભોગ બને ત્યારે પોલીસ ફરીયાદ નોંધાવતા પણ નથી. રાજુલા પોલીસે બાઇક નંબરના આધારે તપાસ શરૂ કરી છે.
રાજુલા નજીક ટ્રક ચાલકને આંતરી રૂા. 1500ની લૂંટ