તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુડ ન્યૂઝ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજુલા|હિરાભાઇ સોલંકીનેસરકાર દ્વારા તાજેતરમાં સંસદીય સચિવ બનાવવામા આવતા વિસ્તારમા ભાજપ છાવણીમા ખુશી છે અને બુધવારે રાજુલા ખાતે તેમનુ ભવ્ય સન્માન પણ કરવામા આવશે. બુધવારે બપોરે ચાર કલાકે રાજુલાના સરદાર પટેલ માર્કેટીંગયાર્ડ ખાતે રાજુલા જાફરાબાદ ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા સન્માન સમારોહનુ આયોજન કરાયુ છે.

સાવરકુંડલા|સાવરકુંડલાના ધારાસભ્યઅને કૃષિ તથા શહેરી ગૃહ નિર્માણ મંત્રી વલ્લભભાઇ વઘાસીયાએ ચલાલામા દાનમહારાજની જગ્યામા દર્શન કરી મહંત વલકુબાપુના આશિર્વચન લીધા હતા. આવી રીતે તેમણે સાવરકુંડલા ખાતે સુફી સંત સૈયદ દાદાબાપુ કાદરીના પણ આશિર્વાદ લીધા હતા. મુસ્લિમ જમાતના પ્રમુખોએ પણ ફુલહારથી તેમનુ સન્માન કર્યુ હતુ.

અમરેલી |જિલ્લાવિદ્યાસભા અને લેઉવા પટેલ શૈક્ષણિક સંકુલ પરિવાર દ્વારા વિદ્યાસભાના ટ્રસ્ટી અને અમરેલી જિલ્લાના વતની એવા રાજયના વાહન વ્યવહાર મંત્રી વલ્લભભાઇ ગોબરભાઇ કાકડીયાનુ સન્માન કરવામા આવશે. બોરીવલીના પુર્વ ધારાસભ્ય હેમેન્દ્રભાઇ મહેતાની ખાસ ઉપસ્થિતીમા બંને સંસ્થાના ટ્રસ્ટીઓ અને અન્ય આગેવાનોની હાજરીમા લેઉવા પટેલ સંકુલ ખાતે આવતીકાલે બપોરે 12 કલાકે કાર્યક્રમ યોજાશે.

બુધવારે રાજુલામાં ધારાસભ્ય સોલંકીનું સન્માન કરાશે

કૃષિ રાજયમંત્રી વઘાસીયાએ સંતોના આશિર્વાદ મેળવ્યા

વિદ્યાસભા દ્વારા આજે મંત્રી કાકડીયાનુ સન્માન કરાશે

દક્ષિણ ગુજરાત સિવાય રાજ્યમાં વરસાદ નહીં

દક્ષિણગુજરાતમાં ક્યાંક છૂટાછવાયા વરસાદની સંભાવના સિવાય રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી. આંશિક વાદળો અને પવન રહેશે. હાલમાં કોઈ વરસાદી સિસ્ટમ હોઈ હજુ ચારેક દિવસ સુધી વરસાદની કોઈ સંભાવના નથી.

પોરબંદરમાં આજે દરિયામાં ધ્વજવંદન કરાશે

પોરબંદર |70 મા સ્વાંતંત્ર્ય પર્વની ઉજવણી ઉત્સાહ અને ઉમંગભેર કરવામાં આવશે. સ્કૂલ-કોલેજો અને સરકારી કચેરી ખાતે ધ્વજવંદનના કાર્યક્રમો યોજાશે ત્યારે પોરબંદરમાં શ્રી રામ સ્વીમીંગ ક્લબ દ્વારા સવારે 7:30 કલાકે ચોપાટી ખાતેના દરિયામાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે. મધદરિયે રાષ્ટ્રધ્વજ લહેરાવીને રાષ્ટ્રગીતનું ગાન કરશે. છેલ્લા 15 વર્ષથી શ્રી રામ સી સ્વીમીંગ ક્લબ દ્વારા દરિયામાં ધ્વજવંદન કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો