રાજુલામાં હરસ-મસાના દર્દીઓ માટે કેમ્પ યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલાજાફરાબાદ વિસ્તારમાં લંડન સ્થિત નવદંપતિ પરિવાર અને ભકિત મંડળના ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પ અને વિકલાંગો માટે કૃત્રિમ પગ બેસાડવાનો કેમ્પ યોજાયો હતો ત્યારે આજે અહી હરસ, મસા સહિતના રોગના નિદાન કેમ્પનું પણ આયોજન કરવામા આવ્યું હતુ. રાજુલા અને જાફરાબાદમાં હરસ, મસાના દર્દીઓના નિદાન અને સારવાર માટે કેમ્પનું આયોજન કરાયુ હતુ. જેમાં 150થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. અહી ડો. સિંઘાનીયા તેમજ કરૂણા ટ્રસ્ટ અમદાવાદ દ્વારા સેવા આપવામા આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો. મહેતા, રાજકોટના હસુભાઇ અધ્વર્યુ, હરેશભાઇ ચૌહાણ, પુરોહિતદાદા તેમજ રાજુલા હોસ્પિટલના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. રાજુલા જાફરાબાદ વિસ્તારમાં લંડન સ્થિત નવદંપતિએ રોજેરોજનુ પેટીયુ રળતા 150 જેટલા દર્દીઓને ઓપરેશન અને સારવાર અપાવી સેવાકીય કાર્ય કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...