તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાફરાબાદની સાતસો જેટલી બોટ દરીયા કાંઠે લાંગરી દેવાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં ભારે વરસાદની સ્થિતીને પગલે માછીમારી ઠપ્પ

જાફરાબાદપંથકમાં ગતરાતથી ભારે પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. અહી દરિયામા પણ ભારે મોજા ઉછળ્યાં હતા. જેને પગલે દરિયામા માછીમારી કરવા ગયેલી સાતસો જેટલી બોટો કાંઠે પરત ફરી હતી. અહી ભારે વરસાદને કારણે સુકવેલી મચ્છીઓ પલળી જતા નુકશાન પહોંચ્યું હતુ. જાફરાબાદમા ગતરાતથી ભારે પવન સાથે અનરાધાર વરસાદ પડયો હતો. અહી દરિયો તોફાની બનતા અને ભારે મોજા ઉછળતા દરિયામા માછીમારી કરવા માટે ગયેલી અનેક બોટો કાંઠે પરત ફરી હતી. જાફરાબાદમાં ગત રાતથી દિવસભરમા પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. ખારવા સમાજના આગેવાન છનાભાઇ પટેલ, રામભાઇ સોલંકી, કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું હતુ કે અહી વરસાદને પગલે સુકવેલી મચ્છીઓ પલળી જતા મોટી નુકશાની થઇ છે.

લાઠીમાં ધનાધન ચાર ઇંચ પડી ગયો

લાઠીશહેરમાં ગઇરાતથી વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઇ હતી. અને આજે પણ દિવસ દરમિયાન સતત વરસાદ વરસતો રહ્યો હતો. જેને પગલે ચાર ઇંચ વરસાદ વરસી જતા ધરતીપુત્રો ખુશખુશાલ થઇ ગયા છે. લાઠી તાલુકાના ભીંગરાડ, અકાળા, પ્રતાપગઢ, રામપર, ભુરખીયા, દેવળીયા, ટોડામા પણ ભારે વરસાદ પડયો હતો.

અન્ય સમાચારો પણ છે...