તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Rajula
  • બગસરામાં કાર ચાલકે હડફેટે લેતાં દાદી પૌત્રીને ઇજા પહોંચી

બગસરામાં કાર ચાલકે હડફેટે લેતાં દાદી-પૌત્રીને ઇજા પહોંચી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાતરડી ગામનાં યુવક સાથે બાઇક ભટકાવી હુમલો કર્યો

બગસરામાંબ્રહ્મક્ષત્રિય પરિવારના દાદી-પૌત્રી બાયપાસ પર જઇ રહ્યા હતા ત્યારે બોલેરો ગાડીના ચાલકે બન્નેને હડફેટે લઇ ગંભીર ઇજા પહોંચાડતા સારવાર માટે દવાખાને ખસેડાયા છે. જ્યારે રાજુલાના દાતરડીમાં આહિર યુવક સાથે બાઇક ભટકાવી કોળી યુવકે હુમલો કર્યો હતો. દાદી-પૌત્રીને બોલેરો ગાડીના ચાલકે હડફેટે લીધાની ઘટના બગસરામાં બાયપાસ પર ધુડશીયા મંદિર પાસે બની હતી. બગસરા પોલીસમાં અહિંના ભાવેશભાઇ અમૃતલાલ આશરાએ અંગે બોલેરો ગાડી નં. જી જે 4 એટી 5966ના ચાલક સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ છે કે તેના બા તારાબહેન તથા ભત્રિજી કીંજલ અહિં રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે તેણે બન્નેને હડફેટે લઇ ગંભીર ઇજા પહોંચાડી હતી અને નાસી ગયો હતો. ઘાયલ બન્નેને સારવાર માટે દવાખાને ખસેડાયા છે. પોલીસે બોલેરો ચાલક સામે ગુનો નોંધ્યો છે.

અન્ય એક ઘટનામાં રાજુલા તાલુકાના દાતરડી ગામના આતાભાઇ ભગવાનભાઇ લાખણોત્રા (ઉ.વ. 21) નામના આહિર યુવક સામે તે ગામના રમેશ ખેતા જોખીયા નામના કોળી યુવાને મોટર સાયકલ ભટકાડી દઇ ઇજા પહોંચાડી ટી વડે માથામાં માર મારતા તેણે યુવક સામે ડુંગર પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...