• Home
  • Saurashtra
  • Amreli District
  • Rajula
  • આઠ કિમી લાંબા દરિયાઇ પટ્ટીના ગામમાં બહાર ગામથી આવતા શિક્ષકોને હોડીમાં બેસી સ્કૂલે જવુ પડે છે

આઠ કિમી લાંબા દરિયાઇ પટ્ટીના ગામમાં બહાર ગામથી આવતા શિક્ષકોને હોડીમાં બેસી સ્કૂલે જવુ પડે છે

અમરેલીજિલ્લામાં રાજુલા તાલુકાના ચાંચ ગામ વિશિષ્ઠ ગામ છે. ગામ છુટાછવાયા ઘરોવાળુ લાંબા પટ્ટામા પથરાયેલુ છે. જેને...

DivyaBhaskar News Network | Updated - Apr 22, 2015, 08:50 AM
આઠ કિમી લાંબા દરિયાઇ પટ્ટીના ગામમાં બહાર ગામથી આવતા શિક્ષકોને હોડીમાં બેસી સ્કૂલે જવુ પડે છે
અમરેલીજિલ્લામાં રાજુલા તાલુકાના ચાંચ ગામ વિશિષ્ઠ ગામ છે. ગામ છુટાછવાયા ઘરોવાળુ લાંબા પટ્ટામા પથરાયેલુ છે. જેને પગલે અહી થોડાથોડા અંતરે ત્રણ શાળાઓ બનાવાય છે. જેમાં મોટેભાગે મજુર પરિવારના બાળકો ભણે છે. પરંતુ સૌથી મોટી તકલીફ છે કે શાળાઓમાં લગભગ અડધો અડધ શિક્ષકોની ઘટ છે. અહી 23 શિક્ષકોની ઘટ છે. હાલમા માત્ર 29 શિક્ષકો વડે શાળાનુ કામ ચલાવવામા આવી રહ્યું છે.

ચાંચ ગ્રામપંચાયતના સરપંચ કાનજીભાઇ ચૌહાણે બારામાં જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર પાઠવી રજુઆત કરી છે કે તેમના ગામમાં છેલ્લા બે વર્ષથી શાળામાં ઘટતા શિક્ષકો મુકવાના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. જેને પગલે શિક્ષણનુ સ્તર પણ નીચે જઇ રહ્યું છે. જેથી અહી તાત્કાલિક ઘટતા શિક્ષકોની કાયમી ધોરણે નિમણુંક થવી જોઇએ.

તેમણે જિલ્લા શિક્ષણાધિકારીને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે રાજુલા તાલુકાનુ ચાંચ ગામ દરિયાઇ ટાપુ જેવુ અંતરિયાળ અને ઉંડાણમા આવેલુ ગામ છે. તેમનુ ગામ આઠ કિમી લાંબા પટ્ટામાં સાત જેટલા પરા વિસ્તારમાં પથરાયેલુ છે. જેમાં તદ્દન ગરીબ, શ્રમજીવી પરિવારો વસી રહ્યાં છે. મીઠાના અગરોમાં કામ કરતા શ્રમજીવી પરિવારના 13 હજાર જેટલા લોકો અહી વસે છે.

હાલમાં અહી ત્રણ શાળામા કુલ 29 શિક્ષકો દ્વારા અભ્યાસ કરાવવામા આવી રહ્યો છે. શિક્ષકોને સરકાર જુદીજુદી કામગીરી પણ સોંપતી હોય શિક્ષકો રજા પર પણ રહેતા હોય કયારેય પુરા 29 શિક્ષકોથી શિક્ષણકાર્ય થતુ નથી. જેની સામે 23 શિક્ષકોની ઘટ પડી રહી છે. સૌથી વધુ ચાંચની મેઇન શાળામાં 20 શિક્ષકોની ઘટ છે.

ગામની ત્રણેય સ્કૂલમાં મોટા ભાગે મજૂર પરિવારના બાળકો ભણે છે. શિક્ષકોની અડધો અડધ ઘટ.

બહારથી આવતા શિક્ષકોને રોડ પરથી ગામ દૂર પડતુ હોય હોડીમાં બેસીને સ્કૂલે જવુ પડે છે.

કઇ શાળામાં કેટલા છાત્રો ?

શાળાધોરણછાત્રોની સંખ્યા

ચાંચમેઇનશાળા ધો. 1 થી 8 1453

ભોળાવડપરાશાળાધો. 1 થી 5 0314

પાટેડાપરાશાળાધો. 1 થી 4 074

કુલસંખ્યાત્રણ શાળા 1841

કઇ શાળામાં કેટલા શિક્ષકોની ઘટ ?

શાળાનુનામહાજર શિક્ષકો શિક્ષકોની ઘટ

ચાંચમેઇનશાળા 19 20

ભોળાવડપરાશાળા05 03

પાટેડાપરાશાળા05 -

કુલ2923

છેલ્લા બે વર્ષથી ત્રણેય શાળામાં શિક્ષકોની ભરતી કરવામાં નથી આવી

આઠ કિમી લાંબા દરિયાઇ પટ્ટીના ગામમાં બહાર ગામથી આવતા શિક્ષકોને હોડીમાં બેસી સ્કૂલે જવુ પડે છે
X
આઠ કિમી લાંબા દરિયાઇ પટ્ટીના ગામમાં બહાર ગામથી આવતા શિક્ષકોને હોડીમાં બેસી સ્કૂલે જવુ પડે છે
આઠ કિમી લાંબા દરિયાઇ પટ્ટીના ગામમાં બહાર ગામથી આવતા શિક્ષકોને હોડીમાં બેસી સ્કૂલે જવુ પડે છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App