આંબલીયાળામાં આંગણવાડી વર્કરની અનિયમિતતા, વિકાસ અધિકારીને રાવ
ખાંભાતાલુકાના આંબલીયાળા ગામે આંગણવાડી કેન્દ્રમાં વર્કર તરીકે મનીષાબેન બાબુભાઇ ઝાલા કામગીરી બજાવે છે. તેઓને દરરોજ રબારીકાથી આંબલીયાળા ગામે કેન્દ્ર ઉપર કામગીરી માટે આવવાનું હોય છે. પરંતુ તેઓ નિયમિત આવતા નથી અને નિયમિત આંગણવાડી ચલાવતા હોવાથી કાયદેસરની ખાતાકીય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.ખાંભા તાલુકાના આંબલીયાળા ગામે આંગણવાડી કેન્દ્રમાં રબારીકાથી આવતા મનીષાબેન બાબુભાઇ ઝાલા કામગીરી બજાવે છે. જેઓ નિયમિત આવતા હોવાથી તથા નિયમિત આંગણવાડી ચલાવતા નથી. કેન્દ્રમાં આવતો માલ સામાન તેઓ રબારીકા તેમજ ઘરે રાખે છે. કેન્દ્ર ઉપર જથ્થો રાખવામાં આવતો નથી. જેથી બાળકોને જે મેનુ આપવાનું હોય છે. તે ગામની દુકાનેથી સુકો નાસ્તો જેવો કે બિસ્કીટ, ચોકલેટ, ભુંગળા, વગેરેથી ચલાવી લેવાય છે. અને તાલુકા મથકેથી મળતો જથ્થો બારોબાર વેચી નાખે છે.આ બાબતે સરપંચ સહિત સભ્યોએ કેન્દ્રની મુલાકાત લઇ ઘણીવાર સુચનાઓ આપવામાં આવી છે. તેમ છતા કોઇ ફેરફાર થયો નથી.તેથી જિલ્લા પ્રોગ્રામ ઓફીસર સંકલીત બાળ વિકાસ જિલ્લા પંચાયત અમરેલી, જિલ્લા વિકાસ અધિકારી, સાંસદ નારણભાઇ કાછડીયા, રાજુલા જાફરાબાદ ધારાસભ્યને રજૂઆત કરી છે.