• Gujarati News
  • કડિયાળી ગામે જમીનમાં દબાણ મુદ્દે ધરણા

કડિયાળી ગામે જમીનમાં દબાણ મુદ્દે ધરણા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલાતાલુકાના કડિયાળી ગામે સર્વે નં.90 પૈ.2ની જમીનમાં અનઅધિકૃત દબાણો દુર કરવા અને સાંથણી અંગેની પુન: દરખાસ્ત કરવા મુદ્દે કડિયાળી ગામના દલિતો દ્વારા કલેકટર કચેરી સામે પ્રતિક ધરણા અને સત્યાગ્રહ કરવામા આવી રહ્યાં છે.રાજુલા તાલુકાના કડિયાળી ગામે દલિતવાસમાં રહેતા ભીખાભાઇ બગડા દ્વારા જણાવાયું હતુ કે કડીયાળી ગામની સર્વે નં.90 પૈ.2 સરકારી પડતર જમીનનું નાયબ કલેકટરે જાહેરનામુ પ્રસિધ્ધ કરી તા. 15/5/12ના રોજ સાંથણી અંગે અરજીઓ મંગાવેલ હતી. પરંતુ ચોમાસાનુ પાણી ભરેલ હોય તેમજ જમીનમાં કંપની દ્વારા અનઅધિકૃત દબાણ કરેલ હોય જેથી ફાઇનલ લીસ્ટેથી કમી કરી જમીન ઉપરના અનઅધિકૃત દબાણો દુર કરાવી સાંથણી અંગે પુન: દરખાસ્ત કરવા જણાવેલ. ગરીબોના ઉત્કર્ષ માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે પરંતુ રાજુલાના નાયબ કલેકટરના તા. 20/12/13ના પત્રથી દબાણો દુર કરવા તથા પુન: દરખાસ્ત કરવા જણાવેલ પરંતુ હજુ સુધી તેનો અમલ કરવામા આવતો નથી. જેથી ન્યાય મેળવવા મહાત્મા ગાંધી ચિંધ્યા માર્ગે કલેકટર કચેરી સામે પ્રતિક ધરણા કરવામા આવી રહ્યાં છે.