• Gujarati News
  • કેમ્પમાં સુદર્શન નેત્રાલયના તબીબો સહિતે સેવા આપી

કેમ્પમાં સુદર્શન નેત્રાલયના તબીબો સહિતે સેવા આપી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેમ્પમાં સુદર્શન નેત્રાલયના તબીબો સહિતે સેવા આપી

હેલ્થ રીપોર્ટર. રાજુલા

રાજુલામાપીપાવાવ પોર્ટ તેમજ સુદર્શન નેત્રાલય અમરેલી અને શિવશકિત પબ્લીક ટ્રસ્ટ તેમજ મરીન પોલીસના સંયુકત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પનુ઼ આયોજન કરવામા આવ્યું હતુ. કેમ્પમાં 362 દર્દીઓએ લાભ લીધો હતો.

ગુજરાત પીપાવાવ પોર્ટ, સુદર્શન નેત્રાલય, શિવશકિત પબ્લીક ટ્રસ્ટ અને મરીન પોલીસ દ્વારા ટ્રક ચાલકો, કલીનરોને ધ્યાનમા રાખી અહીના શ્રીજીકૃપા પેટ્રોલપંપ નજીક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામા આવ્યું હતુ. પ્રસંગે પીપાવાવ પોર્ટના મેનેજીંગ ડિરેકટર પેડરસન, ડીવાયએસપી રાજેશ પરમાર, પીએસઆઇ કોલાદ્રા, દિલુભાઇ વરૂ, છનાભાઇ, જીકારભાઇ, પીઆરઓ દેવાંધ બારોટ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. કેમ્પમાં નિષ્ણાંત તબીબો દ્વારા 362 દર્દીઓની તપાસ કરવામા આવી હતી. જેમાં 182 ડ્રાઇવર કલીનરની આંખની તપાસ, 80 દર્દીઓની દાંતની તપાસ સહિત કુલ 362 દર્દીઓની તપાસ કરી સારવાર આપવામા આવી હતી. કેમ્પમાં સુદર્શન નેત્રાલયના તબીબો સહિતે સેવા આપી હતી.