• Gujarati News
  • રાજકીય અને સામાજીક સંસ્થાના આગેવાનો અને ખેડૂતો દ્વારા કલેકટર એસપીને કરાઇ રજૂઆત

રાજકીય અને સામાજીક સંસ્થાના આગેવાનો અને ખેડૂતો દ્વારા કલેકટર-એસપીને કરાઇ રજૂઆત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છ અને ચોટીલાથી ભેળસેળ કરી સૌરાષ્ટ્રમાં રવાના કરી દેવાય છે

ક્રાઇમ રીપોર્ટર. રાજુલા

રાજુલાજાફરાબાદ પંથકમાં ચાલતા કોલસા કૌભાંડમા દરરોજ અવનવા ફણગા ફુટી રહ્યાં છે. રાજકીય વગ ધરાવતા રાજકીય સુત્રધારનુ દબાણ પોલીસ પર પણ એટલુ છે કે કદાચ કોલસા કૌભાંડમા ઝંપલાવી પોલીસ પણ પછતાઇ રહી છે. દરમિયાન સુત્રધારનુ રાજકોટ ચોટીલા હાઇવે પર કોલસાનુ વિશાળ ગોડાઉન હોવાનુ જાણવા મળેલ છે. પીપાવાવ પંથકમાંથી કોલસો ગોડાઉનમા પણ પહોંચાડવામા આવે છે.

કોલસા કૌભાંડમા અનેક લોકોના હાથ કાળા થયેલા છે. સમગ્ર કૌભાંડ છેલ્લા છએક વર્ષથી ચાલી રહ્યું છે. મુખ્ય સુત્રધાર ઉચ્ચ અધિકારીઓ સુધી સેટીંગ ધરાવે છે જેને પગલે નીચલા કર્મચારીઓ તેમા હાથ નાખવાની હિમત પણ કરી શકતા નથી. કૌભાંડ રાજકીય નેતાઓના ઓથ તળે ચાલતુ હોવાનુ કહેવાય છે.

સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ પીપાવાવ પોર્ટમા આવતો ઉચ્ચ ગુણવતાવાળો વિદેશી કોલસો રાતોરાત ટ્રકમાં ભરી જે તે ઉદ્યોગોમાં પહોંચાડવાના બદલે રાજકોટ ચોટીલા હાઇવે પર એક ગોડાઉનમા ઠાલવવામા આવે છે. વિસ્તારમાં કચ્છ અને ચોટીલા પંથકમાંથી પણ હળવી ગુણવતાનો કોલસો આવે છે. અને ભેળસેળ થયા બાદ અહીથી જુદાજુદા વિસ્તારમાં મોકલી દેવામા આવે છે. સ્વાભાવિક રીતે આવી ગેરકાયદે હેરફેર કોઇપણ વિસ્તારમાં પોલીસની મીઠી નજર વગર શકય નથી. સમગ્ર ગોડાઉનનુ સંચાલન રાજકોટના શખ્સો દ્વારા કરવામા આવે છે.

અગાઉ વડમાંથી ચાલતું હતું કૌભાંડ

જાફરાબાદનાસેલણામાંથી તાજેતરમાં શંકાસ્પદ કોલસાનો જથ્થો મળ્યા બાદ વિસ્તારમાં ચાલી રહેલા આયાતી કોલસાના કૌભાંડનો મામલો ભારે ચર્ચામા છે. એકાદ વર્ષ પહેલા રાજુલા તાલુકાના વડમા પણ રીતે કોલસામા ભેળસેળનુ નેટવર્ક ચલાવાયુ હતુ. બે માસ સુધી અહી ધમધોકાર ગેરકાયદે ધંધો ચાલ્યા બાદ અચાનક ધંધો બંધ થઇ ગયો હતો. રાજુલા પંથકમા કોલસાનુ કૌભાંડ તંત્રની મીઠી નજર હેઠળ ચાલી રહ્યું છે. આયાતી કોલસામા સ્થાનિક હલકી ગુણવતાવાળો કોલસો ભેળવી ભેળસેળયુકત કોલસો ઉદ્યોગોને ધાબડવાનુ કૌભાંડ રાજકોટનો મુખ્ય સુત્રધાર ચલાવી રહ્યો છે. શખ્સ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છના જુદાજુદા વિસ્તારમાં અનેક સ્થળે આવુ કૌભાંડ ચલાવાઇ રહ્યું છે. રાજુલા પંથકમાં થોડાથોડા સમય માટે જગ્યાઓ પસંદ કરી કોલસામા ભેળસેળનુ નેટવર્ક ચલાવાઇ રહ્યું છે.અગાઉ ડેડાણમાંથી પણ આવુ કૌભાંડ ઝડપાયુ હતુ. તે પહેલા રાજુલા તાલુકાના વડ ગામે પણ રાજકોટના મુખ્ય સુત્રધાર દ્વારા ભેળસેળ માટેનો અડ્ડો ઉભો કરાયો હતો. વડની સીમમાં એક વાડીમાં જગ્યા ભાડે રખાઇ હતી. પીપાવાવ પોર્ટમાંથી આયાતી કોલસો સીધો અહી આવતો હતો અને થાન પંથકમાંથી હલકી ગુણવતાનો કોલસો લાવી તેમા ભેળસેળ કરાતી હતી. બે માસ સુધી નેટવર્ક ચાલ્યા બાદ ધંધો સંકેલી લેવાયો હતો.

ભાડૂતી માણસનાં મર્ડરની ભિતી

આવેદનપત્રમાંએમપણ જણાવાયુ છે કે આવા તત્વો ભાડૂતી માણસો પાસે કામ કરાવે છે અને ભાડૂતી માણસોના નામે બાનાખત કે દસ્તાવેજ કરાવે છે. ભાડૂતી માણસો તેના કબજામા રહે છે ત્યારે હુડલીના ખેડૂતમા વચ્ચે રહેનાર વિજય વલ્લભભાઇ પેથાણીનુ મર્ડર કરી નાખી કૌભાંડની વિગતો બહાર આવે તેવો કારસો થાય તેવી આશંકા આવેદનમાં વ્યકત કરાઇ છે.

દસ્તાવેજબન્યા બાદ ભાગી જાય છે

વ્યાજખોરોનીગેંગ એટલી કપટી છે કે હકિકતમા તો લોકોને વ્યાજે નાણા પણ આપતી નથી. નાણાની લાલચ આપી રજીસ્ટર્ડ બાનાખત કે દસ્તાવેજ થતાની સાથે વ્યાજે નાણા આપવાના બદલે નાસી જાય છે. અને બાદમાં ધાકધમકીથી કામ કરે છે.

િજલ્લાભરમાંથી રાજકીય આગેવાનો ખેડૂતો અને વિવિધ સંસ્થાઓ મૌન રેલી અને આવેદનમાં જોડાયા. }પ્રકાશ ચંદારાણા

કોણ જોડાયંુ રેલીમાં

રેલીમાંવસંતભાઇ મોવલીયા, પ્રેમજીભાઇ ડોબરીયા, જીતુભાઇ ડેર, ભુપતભાઇ મેતલીયા, દિનેશભાઇ બાંભરોલીયા, અશોકભાઇ કોઠીયા, નંદલાલ ભડકણ, કાળુભાઇ રૈયાણી, કાળુભાઇ ભંડેરી, મધુભાઇ વિરપરા, વનરાજભાઇ પટેલ, લલીતભાઇ ઠુંમર, ચતુરભાઇ ખુંટ, ધારીના નરેશભાઇ ભુવા, અતુલભાઇ કાનાણી, પ્રદિપભાઇ કોટડીયા, બ્રીજેશ ભેંસાણીયા, માધાભાઇ સરધારા, દિપકભાઇ માલાણી વિગેરે જોડાયા હતા.

વ્યાજખોરો, ભૂમાફીયાઓ સામે તંત્ર કડક પગલા લો