300 લોકોએ પોલીસ મથકને કર્યો ઘેરાવ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાફરાબાદમાંબે દિવસ પહેલા વિહીપના આગેવાનોએ ગૌમાંસનું વેચાણ બંધ કરાવવા બે ખાટકી શખ્સો પાસેથી પાંચ કિલો ગૌમાંસનો જથ્થો ઝડપી પાડ્યા બાદ આજે લોકોના ટોળા આરોપીઓની સરભરાની માંગ સાથે જાફરાબાદ પોલીસ મથકમાં ઘુસી ગયા હતાં. થોડીવાર માટે મામલો ગરમ થતા પોલીસના ધાડેધાડા અહિં ઉતારી દેવાયા હતાં. ગામની દુકાનો પણ ટપોટપ બંધ થઇ ગઇ હતી. જો કે પોલીસે બાદમાં ટોળાને વિખેરી નાખ્યુ હતું.

જાફરાબાદમાં ગૌમાંસના ખુલ્લેઆમ થઇ રહેલા વેચાણ સામે લોકોમાં ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો છે. લોકો દ્વારા તંત્રને વારંવાર રજુઆત કરવામાં આવતી હોવા છતાં ગોરખધંધો બંધ થતો હોય વિશ્વ હિન્દુ પરીષદના કાર્યકરોએ બે દિવસ પહેલા જાતે રેડ કરી બે શખ્સોને પાંચ કિલો ગૌમાંસ સાથે ઝડપી પાડ્યા હતાં. ત્યારથી મામલો ગરમ બન્યો છે. અગાઉ ટોળાએ એક વાહનમાં તોડફોડ પણ કરી હતી. મામલો તંગ થતા આસપાસના પોલીસ મથકોમાંથી વધારાનો બંદોબસ્ત પણ બોલાવી લેવાયો હતો.

દરમીયાન પોલીસ દ્વારા આજે આરોપીઓની ધરપકડ કરી લેવાઇ હતી. ત્યારે આશરે 200 થી 300 લોકોનું ટોળુ પોલીસ મથકે ધસી ગયુ હતું અને ઘેરો ઘાલ્યો હતો. ટોળા દ્વારા આરોપીઓની જાહેરમાં સરભરા કરવામાં આવે તેવી માંગણી કરાઇ હતી. બપોરના એક વાગ્યા સુધી બજારમાં અને પોલીસ મથકમાં ટોળુ ફરી વળતા પોલીસનો જીવ પણ તાળવે ચોટી ગયો હતો. ટોળાએ એક આગ્રહ રાખ્યો હતો કે ગૌમાંસનું વેચાણ કરનારા તત્વોની જાહેરમાં સરભરા થાય.

મામલો તંગ બનતા ફરી અહિં વધારાનો પોલીસ બંદોબસ્ત મંગાવી લેવાયો હતો. ડીવાયએસપી રાજેશ પરમાર પણ અહિં દોડી આવ્યા હતાં. રાજુલા, નાગેશ્રી, ડુંગર, પીપાવાવ પોલીસ મથકમાંથી અહિં વધારાના પોલીસકર્મીઓ બોલાવી લેવાયા હતાં અને લોકોને સમજાવવા પ્રયાસ કરાયો હતો. પોલીસે ગામના આગેવાનોને સાથે રાખી માંડ માંડ સમજાવટ કરાવી મામલો થાળે પાડ્યો હતો અને ટોળાને વિખેર્યુ હતું.

વાહનમાં તોડફોડ કરનાર ટોળા સામે ગુનો નોંધાયો

જાફરાબાદમાંબે દિવસ પહેલા લોકોના ટોળાએ બે ખાટકી શખ્સો પાસેથી પાંચ કીલો ગૌમાંસનો જથ્થો ઝડપી લીધા બાદ કેટલાક શખ્સો દ્વારા સંધી યુવાનના વાહનમાં તોડફોડ કરવામાં આવી હોય બારામાં તેણે ટોળા સામે જાફરાબાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જાફરાબાદમાં ગેરકાયદે માંસના વેચાણનો મુદ્દો પાછલા ઘણા સમયથી વિવાદનું કેન્દ્ બન્યો છે. બે દિવસ પહેલા લોકોના ટોળાએ અહીંથી બે ખાટકી શખ્સોને પાંચ કિલો ગૌમાંસ સાથે ઝડપી પોલીસના હવાલે કર્યા હતાં. સમયે ભારે ધમાલ સર્જાઇ હતી. અને ટોળાએ પત્થરમારો કરી એક મેજીક વાનમાં તોડફોડ કરી હતી. લોકોના ટોળેટોળા એકઠા થઇ જતા કોઇ અનીચ્છનીય બનાવ બને તે માટે પોલીસ દ્વારા અહીં વધારાનો બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.દરમીયાન હવે બારામાં રાજુલાના ગોકુલનગરમાં રહેતા સુલતાનભાઇ ઉર્ફે મુનાભાઇ બેરભાઇ જાખરાએ અજાણ્યા માણસોના ટોળા સામે જાફરાબાદ નોંધાવી છે.

જાફરાબાદમાં આજે પોલીસ મથકે મામલો તંગ બનતા બજારમાં પણ તેની અસર દેખાઇ હતી અને બજાર ટપોટપ બંધ થઇ ગઇ હતી. જેને પગલે વેપારીઓ અને ગામલોકોમાં પણ ભયનો માહોલ પ્રસરી ગયો હતો. }કે.ડી.વરૂ

50 પોલીસકર્મીઓનો બંદોબસ્ત

આજેજાફરાબાદમાં ગરમા ગરમી થતા સ્થાનિક પોલીસ ઉપરાંત પીઆઇ કે.એલ. જાડેજા, પીએસઆઇ કોલાદરા, પીએસઆઇ રાઠોડ વિગેરે 50 પોલીસ કર્મચારીઓ સાથે અહિં બંદોબસ્તમાં દોડી ગયા હતાં. ડીવાયએસપી રાજેશ પરમારે જણાવ્યુ હતું કે પોલીસ મામલામાં યોગ્ય કાર્યવાહી કરી રહી છે.

ગામના આગેવાનો સાથે બેઠક

ટોળુપોલીસ મથકે દોડી આવ્યુ તેની સાથે સાથે વેપારી હર્ષદભાઇ મહેતા, જયેશભાઇ, શરમણભાઇ, ચંદુભાઇ, નાનજીભાઇ, રમેશભાઇ શીયાળ વિગેરે સાથે પોલીસ અધિકારીઓએ બેઠક કરી હતી અને ટોળાને વિખેરવા જણાવ્યુ હતું. મામલો થાળે પાડવા કોળી સમાજના અગ્રણી ચેતનભાઇ શીયાળે પણ વેપારીઓ સાથે બેઠક બોલાવી હતી અને લોકોને ખોટી અફવામાં આવવા જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...