• Gujarati News
  • રાજુલા અમદાવાદ અને રાજુલા ભાવનગર રૂટ શરૂ કરાતા મુસાફરોમાં રાહત

રાજુલા અમદાવાદ અને રાજુલા ભાવનગર રૂટ શરૂ કરાતા મુસાફરોમાં રાહત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલા અમદાવાદ અને રાજુલા ભાવનગર રૂટ શરૂ કરાતા મુસાફરોમાં રાહત



રાજુલાએસટી ડેપોમાં છેલ્લા ઘણા સમયથી ગઢડા બોટાદ તેમજ બપોરના સમયે રાજુલાથી ભાવનગર જવા માટેની બસની સુવિધા હોય મુસાફરોને પારાવાર મુશ્કેલી પડી રહી હતી ત્યારે પ્રશ્ને ધારાસભ્ય હિરાભાઇ સોલંકી દ્વારા રજુઆત કરવામા આવતા એસટી તંત્ર દ્વારા બંને રૂટો શરૂ કરવામા આવતા મુસાફરોએ રાહત અનુભવી હતી.

રાજુલાથી ગઢડા બોટાદ અને ભાવનગર તરફ જવા માટે બપોરના સમયે બસની સુવિધા હોય પ્રશ્ને મુસાફરો દ્વારા ધારાસભ્ય હિરાભાઇ સોલંકીને રજુઆત કરવામા આવી હતી. તેઓ દ્વારા એસટી નિયામકને રજુઆત કરવામા આવતા રાજુલા અમદાવાદ બપોરે બાર કલાકે શરૂ કરવામા આવી છે. ઉપરાંત રાજુલા ભાવનગર બપોરે બાર કલાક બાદ ત્રણ વાગ્યા સુધી એકપણ બસ હોય મુસાફરોને અગવડતા પડી રહી હતી.

ત્યારે એસટી તંત્ર દ્વારા રાજુલાથી ભાવનગર જવા માટે બપોરે 1:30 કલાકે બસ રૂટ શરૂ કરવામા આવ્યો છે. ઉપરાંત જાફરાબાદ અમરેલી નવો રૂટ શરૂ કરવા પણ રજુઆત કરવામા આવી છે. જાફરાબાદથી નાગેશ્રી, કંથારીયા, બારપટોળી, કોટડી, આગરીયા, જાબાળ, કુંડલા બસ શરૂ કરવામા આવે તે અંગે પણ રજુઆત કરવામા આવી છે જેથી મુસાફરોને પુરતી સગવડતા મળી રહે છે. નવી બસો શરૂ કરાતાની સથે પંથકના મુસાફરોની અંદર આનંદની લાગણી પ્રસરી છે.