તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજુલાનાં વિકટર ગામમાં દેશી દારૂનંુ ધુમ વેચાણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલાતાલુકાનાં વિકટર ગામે દેશીદારૂનુ ધુમ વેચાણ કરવામા આવી રહ્યું છે. હાલ ચુંટણીને પગલે આચાર સંહિતા અમલી હોવા છતા અહી બુટલેગરો ખુલ્લેઆમ દારૂનુ વેચાણ કરી રહ્યાં છે તેમ છતા કોઇ કડક કાર્યવાહી કરવામા આવતી હોય લોકોમા રોષ જોવા મળી રહ્યો છે.

દરિયાકાંઠાળ વિસ્તારના વિકટર ગામે દેશીદારૂનુ દુષણ વધ્યુ છે. અહી જાહેરમા દેશીદારૂનુ વેચાણ કરવામા આવી રહ્યું હોવાની સતત ફરિયાદો ઉઠતી રહે છે. અહી જાહેર માર્ગો પર દારૂડીયાઓ જોવા મળે છે તેમ છતા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામા આવતી નથી. અગાઉ પણ અનેક વખત રજુઆતો કરવામા આવી હોવા છતા કોઇ કાર્યવાહી કરવામા નથી આવતી જેના કારણે દુષણ વધતુ જાય છે.

અન્ય સમાચારો પણ છે...