તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાસરીયાઓ સામે ગુનો દાખલ કરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલામાંરહેતી એક મહિલાને તેના પરીવાર દ્વારા છેલ્લા 3 વર્ષથી શારીરીક તેમજ માનસીક દુ:ખ ત્રાસ અપાતા ગઇકાલે કંટાળીને મહિલાને પતિ સહિત સાસુ, સસરા અને દિવર વિરૂધની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી.

પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ રાજુલામાં રહેતા દક્ષાબેન નારણભાઇ પરમાર નામની મહિલાને છેલ્લા 3 વર્ષથી તેના પરિવાર દ્વારા કરીયાવર બાબતે શારીરીક તેમજ માનસીક ત્રાસ આપવામાં આવતો હતો. ત્રાસ સહન નહિ થતા મહિલાએ ગઇકાલે રાજુલા પોલીસ મથકમાં પતિ નારણ કુરજી, સસરા કુરજી, સાસુ મંગુબેન અને દિયર જગદિશ વિરૂધની ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે તમામ સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હેડ કોન્સ્ટેબલ એચ.એચ.કામળીયાએ હાથધરી હતી.

અન્ય સમાચારો પણ છે...