દરિયાકાંઠે પ્રવાસી પક્ષીઓની કોલાહલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અફાટ જળરાશી અને ભરપુર ખોરાકનું આકર્ષણ : શિયાળો અહી ગાળશે

અમરેલીજિલ્લાનો દરિયાકાંઠો એટલે છેક સાઇબીરીયાથી ઉડાન ભરી શિયાળો ગાળવા આવતા પ્રવાસી પક્ષીઓ માટેનુ સ્વર્ગ. શાંત અને નયનરમ્ય દરિયાકાંઠો દર વર્ષે પ્રવાસી પક્ષીઓને આકર્ષે છે. એટલે કોઇ નાની સુની સંખ્યામા નહી લાખોની સંખ્યામા પ્રવાસી પક્ષીઓ અહીના દરિયાકાંઠે શિયાળો ગાળવા આવે છે. છેલ્લા એક પખવાડીયાથી આવા પક્ષીઓના ઝુંડના ઝુંડ અહી ઉતરી રહ્યાં છે. રાજુલા અને જાફરાબાદ તાલુકામા વિકટરનો ખારો હોય કે ચાંચબંદરનો દરિયાકાંઠો હોય કથીરવદરનો દરિયાઇ વિસ્તાર હોય કે પીપાવાવ પંથકનો વિસ્તાર હોય હાલમા માત્રને માત્ર સંભળાઇ રહ્યો છે. પંખીઓનો કોલાહલ. આકાશમાથી જાણે કોઇ ઇન્ટરનેશનલ ફલાઇટ ઉતરતી હોય તેમ પ્રવાસી પક્ષીઓના ઝુંડના ઝુંડ દરિયાકાંઠે ઉતરી રહ્યાં છે. આમપણ દર વર્ષે કુંજ, સુરખાબ, પેલીકન સહિતના પ્રવાસી પક્ષીઓ દર વર્ષે અહી શિયાળો ગાળવા માટે આવે છે. અમરેલી જિલ્લાના દરિયાકાંઠે પક્ષીઓને ભરપુર ખોરાક મળી રહે છે. વળી સૌથી મોટી વાત છે કે ઔદ્યોગિક વિકાસના યુગમા પક્ષીઓને માણસની સૌથી મોટી કનડગત રહે છે. પરંતુ વિસ્તારના દરિયાકાંઠે પક્ષીઓને માણસની કનડગત સૌથી ઓછી રહે છે. અફાટ પાણી, ભરપુર ખોરાક અને માણસની કોઇ કનડગત નહી. પક્ષીઓનુ બસ છે સ્વર્ગ.

અરબી સમુદ્રનો રાજુલા જાફરાબાદ પંથકનો કાંઠો યાયાવર પક્ષીઓને આકર્ષે છે. વિકટરના ખારામા અગણિત પક્ષીઓ ઉતરી આવે છે. ચાંચબંદર, ખેરા પટવા તેના પસંદગીના સ્થળ છે. વિસ્તારના ડેમ અને તળાવમા પણ પક્ષીઓની સંખ્યા મોટી માત્રામા જોવા મળી છે.

કયાં હોય છે સૌથી વધુ પક્ષી

અન્ય સમાચારો પણ છે...