તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડલીના યુવાન પર બે શખ્સોનો પાઇપ વડે હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલાતાલુકાના વડલી ગામે રહેતા યુવાન પોતાની વાડીએ સીમમા પાણી પીવરાવવા જતા હતા. તે દરમિયાન બે દરબાર શખ્સોએ કોઇ કારણસર ગાળો આપી પાઇપ વડે હુમલો કરી ઇજા પહોચાડી હતી. અંગે પોલીસ મથકમા ફરીયાદ નોંધાવાઇ હતી. પાઇપ વડે હુમલાની ઘટના રાજુલા તાલુકાના વડલી ગામની સીમમા બની હતી. અહી રહેતા મગનભાઇ ઘુઘાભાઇ હડીયા પોતાની વાડીની સીમમા પાણી પાવા માટે જઇ રહ્યા હતા. તે દરમિયાન રાજુલામા રહેતા જયરાજ બદરૂભાઇ તથા અશોક બાબભાઇ નામના બે દરબાર શખ્સોએ કોઇ કારણસર યુવાનને ગાળો આપવા લાગ્યા હતા. યુવાને ગાળો આપવાની ના પાડતા શખ્સોએ ઉશ્કેરાઇ જઇ જયરાજે યુવાન પર પાઇપ વડે હુમલો કરી ગંભીર ઇજા પહોચાડી માર નાખવાની ધમકી આપી હતી. યુવાનને સારવાર માટે તુરંત હોસ્પીટલ ખસેડવામા આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...