તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજુલામાં પાડોશીઓ વચ્ચે બઘડાટી બોલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલાતવકલનગરમા રહેતા યુવાનની અને તેના પાડોશમા રહેતા મહિલાની દિવાલ એક હોય બંનેને દિવાલ પર છાણા મુકવાની બાબતે મનદુખ રાખી યુવાને તથા અન્ય ચાર શખ્સોએ મહિલા તથા તેના સાસુને ઢીકાપાટુનો માર માર્યો હતો. જ્યારે મહિલાના પતિ સહિત ત્રણ શખ્સોએ યુવાનના મિત્ર પર બેઝબોલના ધોકા વડે હુમલો કર્યો હતો. અંગે સામસામી પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

રાજુલાના તવકલનગરમા રહેતા સુલતાનભાઇ ઇબ્રાહિમભાઇ કાજી અને ઉમર ઉર્ફે રાણા અલીભાઇ બંનેની દિવાલ એક હોય સુલતાનભાઇએ દિવાલ પર છાણાનુ બાજકુ રાખેલ હતુ. જે ઉમરના રહેણાંકમા પડતા તેને સારૂ લાગતા ઉમર, રેશ્માબેન રાણા, તથા અસ્ફાક ત્રણેય શખ્સોએ સુલતાનના મિત્રને બેઝબોલના ધોકા વડે માર મારી ઇજા પહોચાડી હતી. અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...