તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Rajula
  • ચોમાસામાં ધાતરવડીનું પાણી છોડવાનો નિર્ણય અત્યારે નડે છે

ચોમાસામાં ધાતરવડીનું પાણી છોડવાનો નિર્ણય અત્યારે નડે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોમાસામાં ધાતરવડીનું પાણી છોડવાનો નિર્ણય અત્યારે નડે છેઉનાળાનીહજુ તો શરૂઆત થવા જઇ રહી છે. તેવા સમયે રાજુલા-જાફરાબાદ પંથકમાં અત્યારથી પાણીનો પોંકાર ઉઠવા લાગ્યો છે. જાફરાબાદ તાલુકામાં તો અનેક ગામોમાં મહિ પાઇપ લાઇન યોજનાનું પાણી મળતુ નથી અને ક્યાક અનિયમીત મળે છે. સરકારે ઘોર બેદરકારી દાખવી છેલ્લા ત્રણ વર્ષથી એક પણ તળાવનું રીપેરીંગ પણ કર્યુ નથી. જેના કારણે સ્થાનિક સોર્સ પણ ડુકવા લાગ્યા છે. વળી ધાતરવડી ડેમનું પાણી સિંચાઇ માટે છોડી દેવાતા રાજુલા શહેરને પણ પુરતુ પાણી મળતુ નથી ત્યારે ઉનાળો કપરો જવાની ભીતી છે.

રાજુલા અને જાફરાબાદ તાલુકાના દરીયાકાંઠાના ગામો અત્યારથી પીવાના પાણીની કારમી તંગી ભોગવવા લાગ્યા છે. ખાસ કરીને જાફરાબાદ તાલુકાના ગામડાઓમાં વિકટ સ્થિતી છે. જાફરાબાદ તાલુકાના મોટાભાગના ગામડાઓમાં મહિ પાઇપ લાઇન યોજનાનું પાણી મળતુ નથી. અથવા તો અનિયમિત અને અપુરતુ મળે છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારની પ્રજાને પાણીની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉનાળાના આરંભે સ્થિતી છે ત્યારે ઉનાળો જ્યારે ચરમસીમા પર હશે ત્યારે શું સ્થિતી થશે તેની ચિંતા લોકોને સતાવી રહી છે.

પાણીની તંગીની સ્થિતી માત્ર ગ્રામ્ય વિસ્તારમાં નથી. પરંતુ શહેરી વિસ્તારમાં પણ જોવા મળી રહી છે. રાજુલા શહેરમાં પણ હાલમાં પાણીની તંગી છે. આમ તો રાજુલા શહેર ધાતરવડી બે ડેમના પાદરમાં આવેલુ શહેર છે. પરંતુ ચોમાસાના અંતમાં ધાતરવડી બે ડેમનું પાણી છોડી દેવામાં આવ્યુ હતું. જેના કારણે હાલ ડેમમાં પાણી ઓછુ છે અને શહેરને ઓછુ પાણી મળી રહ્યુ છે. ડેમમાં પાણી પુરતુ હોય ત્યારે શહેરના પાણીના તળ પણ ઉંચા રહે છે. પરંતુ અહિં પાણી ઓછુ હોવાના કારણે તળના પાણીનો પણ પ્રશ્ન થયો છે. વિસ્તારના ખેડૂતોને સિંચાઇ માટે તો પુરતુ પાણી મળ્યુ પણ હવે લોકોને પીવા માટે પણ પુરતુ પાણી મળી રહ્યુ નથી. જાફરાબાદ તાલુકાના ગામડાઓમાં છેલ્લા ત્રણ વર્ષથી એકપણ તળાવની મરામતની કામગીરી કરવામાં આવી નથી. જેના કારણે સ્થાનિક સોર્સ પણ ડુકી રહ્યા છે. ત્યારે આવનારા દિવસો કપરા રહેવાના એંધાણ છે.

અન્ય સમાચારો પણ છે...